સમી તાલુકા પંચાયતમાં કર્મચારીઓ મારફત કટકીકાંડ ? 4000ની ગાપચી

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લાની સમી તાલુકા પંચાયતમાં કર્મચારીઓ મારફત હપ્તાખોરી થતી હોવાની કથિત બાબત સામે આવી છે. ક્લાર્ક અને તલાટી વચ્ચે રૂપિયા ચાર હજારની લેવડદેવડ ક્યારે અને કેમ થવા અંગે તપાસ શરૂ થઈ છે. જેને લઈ તાલુકાના સરપંચથી લઈ રાજકીય અને વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે. સમી તાલુકા પંચાયતમાં ગત દિવસોએ ક્લાર્ક કેયુર
 
સમી તાલુકા પંચાયતમાં કર્મચારીઓ મારફત કટકીકાંડ ? 4000ની ગાપચી

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લાની સમી તાલુકા પંચાયતમાં કર્મચારીઓ મારફત હપ્તાખોરી થતી હોવાની કથિત બાબત સામે આવી છે. ક્લાર્ક અને તલાટી વચ્ચે રૂપિયા ચાર હજારની લેવડદેવડ ક્યારે અને કેમ થવા અંગે તપાસ શરૂ થઈ છે. જેને લઈ તાલુકાના સરપંચથી લઈ રાજકીય અને વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે.

સમી તાલુકા પંચાયતમાં ગત દિવસોએ ક્લાર્ક કેયુર ઓઝા અને મહિલા તલાટી વચ્ચે કેટલીક રકમની આપ-લે કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગામડાઓમાં ખર્ચ કરવામાં આવતી રકમ પૈકી કટકી પેટે ક્લાર્ક દ્વારા મેળવવામાં આવી હતી. સરેરાશ ચાર હજારની રકમ ક્લાર્કને આપવા અંગે મહિલા તલાટીએ જણાવ્યું હતું કે નાણાકીય વ્યવહાર ઉછીના અંગેનો પણ હોઈ શકે છે જો કે વધુ વાત કરતાં ચાર લાખ સુધીની લેવડદેવડ થઈ શકવાનો અંદાજ વ્યક્ત કરતાં ખળભળાટ મચી ગયો છે.

આ તરફ તાલુકા પંચાયતના ક્લાર્ક કેયુર ઓઝાએ સમગ્ર બાબતે પોતાનું ટેબલ નાણાકીય બાબતો સાથે સંકળાયેલું ન હોવાનું કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના કોઈ એક કર્મચારી વહીવટદારની ભૂમિકા ભજવી તલાટી અને સરપંચ દ્વારા રકમ મેળવી ભષ્ટ્રાચાર આચરી રહ્યા છે.

આ અંગે નવીન તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર બાબતે તપાસ કરવાની તૈયારી હોવાનું જણાવતા પંથકમાં રાજકીય અને વહીવટ આલમમાં ચર્ચા વધી ગઈ છે