ખેડબ્રહ્મા શહેરમાં સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણોનો રાફડો ફાટ્યો છે. આ મામલે નગરપાલિકા સમક્ષ અનેકવાર વિગતો ધ્યાને આવવા છતાં ઠેરનુંઠેર રહ્યું છે. આ સાથે સ્થાનીકો દ્વારા ચીફ ઓફિસરને વારંવાર લેખિત રજુઆત પણ કરવામાં આવેલી છે. આમછતાં પાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
આ અંગે પાલિકાને ધ્યાન દોરતાં ચોમાસા દરમિયાન નવેમ્બર મહિના સુધી દબાણાે તોડવા માટે કાયદાની જોગવાઇ નથી. જોકે ચોમાસુ ઋતુ પૂર્ણ થયાને દોઢ મહિનાથી વધુ સમય વિતી ગયો છતાં પાલિકાના ચીફ ઓફિસરથી માંડી રાજકીય સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે. સ્થાનીક સૂત્રોએ જણાવ્યું હતું કે પાલિકાને દબાણ તોડવાની મનાઈ કરવા કોઈને કોઈ દબાણ હોઈ શકે છે.