આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વિસનગર (કિરણબેન ઠાકોર)

કોરોના સંકટ વચ્ચે પણ ઘણા લોકો બાળકોના જન્મદિવસે ઘણા પૈસા ફાલતું બગાડતા હોય છે. કોરોના સંકટ વચ્ચે પણ લોકો બહારથી કેક મગાવીને પણ પોતાના બાળકનો જન્મદિવસ ઉજવતા હોય છે. એ જરૂરી હોતુ નથી કે જન્મદિવસના દિવસે કેક કાપીને ઉજવણી થાય. ઘણા લોકો સમાજ માટે કંઇક સારૂ કામ કરીને પણ પોતાના બાળકનો જન્મ દિવસ ઉજવતા હોય છે. તેવામાં ખેરાલુ તાલુકાના ગામે બાળકના માતા-પિતાએ આખા ગામમાં વૃક્ષો આપી વૃક્ષારોપણ કરાવી પોતાના બાળકના જન્મદિવસની ઉજવણી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે પુત્રના પ્રથમ જન્મદિવસે માતા-પિતાએ 500 વૃક્ષોના છોડવાઓ લાવી ગામ લોકોને વહેચણી કરી છે. અને બીજા લોકો પણ પોતાના બાળકના જન્મદિવસે આવી રીતે ઉજવે તેવી આશા રાખી છે. બાળકના પિતા એવા કિશનસિંહ દિનેશજી માતા અંજનાબેન કિશનસિંહએ આજે યશવર્ધનના જન્મદિવસે 500 છોડવાઓ લાવી રોપાનું વિતરણ કરાવ્યું હતુ. આવા સારા કામ કરવાથી સમાજને અને બાળકોમાં પણ સારા એવા સંસ્કારનું સિંચન થાય છે.

23 Sep 2020, 8:01 AM (GMT)

COVID-19 Global Stats

32,004,058 Total Cases
979,117 Death Cases
23,559,105 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code