ડભોઇ: સંબંધની લાલચે વારંવાર દુષ્કર્મ, યુવતિએ કંટાળી બીજે લગ્ન કર્યા તો આભ ફાટ્યું

અટલ સમાચાર, વડોદરા ડભોઇની યુવતીને લગ્નની લાલચ આપી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઇ યુવતિની ફરીયાદને આધારે ડભોઇ પોલીસે યુવકની અટકાયત કરી છે. આ સાથે દુષ્કર્મ આચરનાર મહંમદ વાણીયાવાલા સહિત યુવતિની મેડીકલ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવતિનો આક્ષેપ છે કે, મહંમદે તળાવ પાસે બોલાવી ઝાડ પાછળ
 
ડભોઇ: સંબંધની લાલચે વારંવાર દુષ્કર્મ, યુવતિએ કંટાળી બીજે લગ્ન કર્યા તો આભ ફાટ્યું

અટલ સમાચાર, વડોદરા

ડભોઇની યુવતીને લગ્નની લાલચ આપી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઇ યુવતિની ફરીયાદને આધારે ડભોઇ પોલીસે યુવકની અટકાયત કરી છે. આ સાથે દુષ્કર્મ આચરનાર મહંમદ વાણીયાવાલા સહિત યુવતિની મેડીકલ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુવતિનો આક્ષેપ છે કે, મહંમદે તળાવ પાસે બોલાવી ઝાડ પાછળ મરજી વિરૂધ્ધ બળાત્કાર કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા જીલ્લાના ડભોઇ ખાતે યુવતિ સાથે દુષ્કર્મ આચરનાર યુવકની અટકાયત કરવામાં આવી છે. ડભોઇના મહંમદ પિરૂભાઈ વાણીયાવાલા સાથે યુવતીને એક વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ હતા. ત્યાર બાદ તા.28-04-2019ના રોજ તે યુવતીના લગ્ન થઈ ગયા હતા. જોકે થોડા સમય પહેલા તા.03-05-2019ના રોજ ડભોઇ તેના પતિ સાથે આવી હતી. આ દરમ્યાન મહંમદે ડભોઇ સીતળાઈ તળાવ નજીક બોલાવી બાવળના ઝાડ પાછળ તેની સાથે મરજી વિરૂધ્ધ બળાત્કાર કર્યો હતો.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ વાતની જાણ તેના પતિને થઇ જતાં તેને મહિલાને છુટાછેડા આપી દીધા હતા. આ દરમ્યાન વારંવાર આરોપી મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતો હતો. જેથી કંટાળીને મહિલાએ ડભોઇ પોલીસ સ્ટેશને આરોપી મહંમદ વિરૂધ્ધ મરજી વિરૂધ્ધ બળાત્કાર અને જીવન બરબાદ કરવા સહિતનો આધાર લઇ ફરીયાદ નોંધાવી હતી. જેને લઇ ડભોઇ પોલીસે આરોપીની અટકાયત કરી બંનેની મેડિકલ તપાસ હાથ ધરી છે.