દબોચ્યો@મોડાસા: ઉ.ગુજરાતમાં ચોરી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝબ્બે, પોલીસને મોટી સફળતાં

અટલ સમાચાર, મોડાસા મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં ઢોરચોરી અને ઘરફોડી ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારને LCBએ દબોચી લીધો હતો. LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે આરોપીના ગામમાંથી તેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ આરોપીઓ પોતાનું પીકઅપ ડાલુ લઇને રાત્રીના સમયે તબેલાઓ તથા ઘરોમાંથી ઢોર ચોરીઓ તેમજ ઘરફોડ ચોરીઓ કરતાં હતા.
 
દબોચ્યો@મોડાસા: ઉ.ગુજરાતમાં ચોરી ગેંગનો મુખ્ય સુત્રધાર ઝબ્બે, પોલીસને મોટી સફળતાં

અટલ સમાચાર, મોડાસા

મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં ઢોરચોરી અને ઘરફોડી ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારને LCBએ દબોચી લીધો હતો. LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે આરોપીના ગામમાંથી તેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ આરોપીઓ પોતાનું પીકઅપ ડાલુ લઇને રાત્રીના સમયે તબેલાઓ તથા ઘરોમાંથી ઢોર ચોરીઓ તેમજ ઘરફોડ ચોરીઓ કરતાં હતા. LCBએ મુખ્ય સુત્રધારને દબોચ્યાં બાદ અન્ય ત્રણ ફરાર આરોપીઓને શોધવા પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચના આપેલ છે. જે અનુસંધાને LCB PI આર.કે.પરમાર, ASI મોહનસિંહ ફતેસિંહ, મોહનસિંહ પુંજેસિંહ, સરદારસિંહ મગનસિંહ, ASI અનિલકુમાર અંબાલાલ, AHC મનહરસિંહ દાનસિંહ, ભરતસિંહ પરબતસિંહ તથા APC કેતનકુમાર સહિતના ઓફીસે હતા. આ દરમ્યાન LCB PIને ચોક્કસ બાતમી મળી હતી કે, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં ઢોર ચોરી તથા ઘરફોડ ચોરીઓ કરનાર ગેન્ગનો મુખ્ય સુત્રધાર તેના ઘર ચાંદટેકરી, તા.મોડાસા મુકામે આવેલ છે.

આ દરમ્યાન ચોક્કસ બાતમી હોઇ LCB PIની ટીમે તાત્કાલિક ચાંદટેકરી પહોંચી મુખ્ય સુત્રધારને દબોચી લીધો હતો. જેની પુછપરછ કરતાં અરવલ્લી તથા સાબરકાંઠા, મહેસાણા જિલ્લાના ઢોર ચોરીના તથા મિલ્કત સબંધી ઘરફોડ ચોરીના મળીને વીસેક ગુન્હાઓ આચરેલાની કબૂલાત કરી હતી. જેથી LCBએ આરોપી વિરૂધ્ધમાં ધનસુરા પો.સ્ટે.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં અટક કરવાની ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઝડપાયેલ મુખ્ય સુત્રધાર

  1. આરીફ ખ્યાલી બુલાખી મુલતાની રહે.ચાંદટેકરી, જુની મસ્જીદ પાસે, તા.મોડાસા, જી.અરવલ્લી

પકડવાના બાકી આરોપીઓ

  1. જલાલ અલ્લારખા મુલતાની
  2. સાદિક સફી ઉર્ફે લુલીયો મુલતાની
  3. સમીર સાબિર મુલતાની ત્રણે રહે.ચાંદટેકરી, તા.મોડાસા,જી.અરવલ્લી

આ ગુનાઓનો ભેદ ઉકેલાયો

  1. આંબલીયારા ફ.17/19 ઇ.પી.કો.ક.379મુજબ
  2. આંબલીયારા ફ.18/19 ઇ.પી.કો.ક.379 મુજબ
  3. ઇડર ફ.160/20 ઇ.પી.કો.ક.379મુજબ
  4. ગાંભોઇ ફ.136/20 ઇ.પી.કો.ક.379 મુજબ
  5. ધનસુરા ફ.359/2020 ઇ.પી.કો.ક.457, 380 મુજબ
  6. ધનસુરા ફ.510/2020 ઇ.પી.કો.ક.457,380 મુજબ
  7. મેઘરજ ફ.332/220 ઇ.પી.કો.ક.379મુજબ
  8. હિમતનગર બી. ડિવીઝન ફ.804/2020 ઇ.પી.કો.ક.379 મુજબ
  9. માલપુર પો.સ્ટે.0611/2020 ઇ.પી.કો.ક.454,457,380 મુજબ