મહેસાણા જિલ્લાની 95 ટકા હાઉસીંગ મંડળીઓના ઓડીટ બાકી હોવાથી કેમ્પમાં નિકાલ કરવા તૈયારીઓ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાની નોંધાયેલ હાઉસીંગ સહકારી મંડળીઓમાં મોટેભાગે પગારદાર કર્મચારી ન હોવાથી માનદમંત્રી કામગીરી ચલાવતા હોય છે. જેમાં જાણકારીના અભાવે હાઉસીંગ મંડળીના ઓડીટ સમયસર થઇ શક્તા નથી. આવા સંજોગોમાં કાર્યવાહકોને રૂબરૂમાં સમજ આપી મંડળીના ઓડીટ સુગમતાથી પૂર્ણ થાય અને ટેકનીકલ પ્રશ્ને રૂબરૂ સમજ આપવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં કુલ 380
 
મહેસાણા જિલ્લાની 95 ટકા હાઉસીંગ મંડળીઓના ઓડીટ બાકી હોવાથી કેમ્પમાં નિકાલ કરવા તૈયારીઓ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાની નોંધાયેલ હાઉસીંગ સહકારી મંડળીઓમાં મોટેભાગે પગારદાર કર્મચારી ન હોવાથી માનદમંત્રી કામગીરી ચલાવતા હોય છે. જેમાં જાણકારીના અભાવે હાઉસીંગ મંડળીના ઓડીટ સમયસર થઇ શક્તા નથી. આવા સંજોગોમાં કાર્યવાહકોને રૂબરૂમાં સમજ આપી મંડળીના ઓડીટ સુગમતાથી પૂર્ણ થાય અને ટેકનીકલ પ્રશ્ને રૂબરૂ સમજ આપવા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લામાં કુલ 380 પૈકી માત્ર 72 હાઉસીંગ મંડળીના વર્ષ 2017-18ના ઓડીટ થયા છે. જ્યારે 308 મંડળીઓના ઓડીટ હજુસુધી બાકી છે. આથી મહેસાણા જિલ્લા સહકારી તંત્ર દ્વારા આગામી તા.24/1/2019 ના રોજ સવારે 9/00 કલાકે દેદીયાસણ જીઆઇડીસી નજીકની દેદીયાસણ ઇન્ડસ્ટ્રીયલ કો. ઓપ. ક્રેડીટ સોસાયટીના સભાખંડમાં કેમ્પ ગોઠવી સામુહીક ઓડીટ કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.