દહેગામમાં જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં ભયંકર બ્લાસ્ટ, 4 કામદારોનાં મોત

અટલ સમાચાર,દહેગામ ગાંધીનગર જીલ્લાના દહેગામમાં જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં અચાનક બપોરના સમયે ભયંકર બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે.ગાંધીનગર જીલ્લાના દહેગામમાં હાઈવે પર આવેલા જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં અચાનક બ્લાસ્ટ થતા કામ કરી રહેલા 4 લોકોના મોત નિપજ્યાં હતા. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, તેનો
 
દહેગામમાં જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં ભયંકર બ્લાસ્ટ, 4 કામદારોનાં મોત

અટલ સમાચાર,દહેગામ

ગાંધીનગર જીલ્લાના દહેગામમાં જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં અચાનક બપોરના સમયે ભયંકર બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે.ગાંધીનગર જીલ્લાના દહેગામમાં હાઈવે પર આવેલા જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં અચાનક બ્લાસ્ટ થતા કામ કરી રહેલા 4 લોકોના મોત નિપજ્યાં હતા. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, તેનો અવાજ દુર દુર સુધી સાંભળવામાં આવ્યો હતો. રોડ પર જતા વાહન ચાલકો અને આજુ બાજુના વિસ્તારના લોકો પણ અવાજ સાંભળી ગભરાઈ ગયા હતા.

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ જયઅંબે કોલ્ડ સ્ટોરેજ કેટલાએ સમયથી બંધ છે. જેમાં રીપેરિંગ કામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન કોલ્ડ સ્ટોરેજના એમોનિયા ચેમ્બરમાં કોઈ અનહોની થતા આ બ્લાસ્ટ સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. આ ઘટનામાં ચાર લોકો મોતને ભેટ્યા છે, તેમના નામ શું છે, કેવી રીતે બ્લાસ્ટ થયો તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી હાલ કોલ્ડ સ્ટોરેજના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.