આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ભારતના ટોચના ગેસ આયાતકાર પેટ્રોનેટ LNG લિમીટેડ ગુજરાતમાં તેની ટર્મિનલ ક્ષમતામાં વધારો કરવાના હેતુસર દહેજ ખાતે રૂ.2100 કરોડનું રોકાણ કરવાની યોજના કરી રહ્યું છે. જેથી ઉત્પાદન 15 મિલીયન ટન પ્રતિ વર્ષથી વધીને આગામી બે ત્રણ વર્ષમાં તે 20 MTPA સુધી પહોંચી શકે છે. તેમ બે અધિકારીઓએ જણાવ્યુ હતું. જોકે દહેજ ટર્મિનલના વિસ્તરણ માટે કુલ પૈકી 1300 કરોડનો ઉપયોગ કરવામાં આવશે જ્યારેકે રૂ.800 કરોડનો ખર્ચ LNG સ્ટોરેજ ટાંકી બાંધવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.પેટ્રોનેટ LNG જેણે ભારતમાં તેનું પ્રથમ LNG રીસિવીંગ અને રેજિફીકેશન ટર્મિનલ દહેજ ખાતે બનાવ્યું હતું. તેઓનું અન્ય એક ટર્મિનલ કોચી ખાતે ચલાવવામાં આવે છે. કોચી ટર્મીનલમાં 5 MTPA ની ક્ષમતા ધરાવે છે. જોકે આંધ્ર પ્રદેશના ગંગવારમાં કંપની ત્રીજુ ટર્મિનલ બનાવવાની પ્રક્રિયામાં છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code