ખળભળાટ@દાહોદ: સબજેલમાંથી 13 કેદી ફરાર થતાં 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક દાહોદની દેવગઢ બારિયા સબજેલમાંથી ગત મોડી રાત્રે બેરેક નંબર 1ના રૂમ નંબર 3 અને 4ના તાળા તોડી 13 કેદીઓ ફરાર થઈ ગયા હતા. સબજેલમાંથી કેદીઓ ફરાર થઈ ગયા હોવાના બનાવથી પોલીસબેડા સહિત જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો દાહોદની દેવગઢ બારીયા સબજેલમાંથી 13 કેદીઓ
 
ખળભળાટ@દાહોદ: સબજેલમાંથી 13 કેદી ફરાર થતાં 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદની દેવગઢ બારિયા સબજેલમાંથી ગત મોડી રાત્રે બેરેક નંબર 1ના રૂમ નંબર 3 અને 4ના તાળા તોડી 13 કેદીઓ ફરાર થઈ ગયા હતા. સબજેલમાંથી કેદીઓ ફરાર થઈ ગયા હોવાના બનાવથી પોલીસબેડા સહિત જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દાહોદની દેવગઢ બારીયા સબજેલમાંથી 13 કેદીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 13 કેદીઓએ ભેગા મળીને બેરેકનું તાળું તોડ્યું હતું અને જેલની દીવાલ કુદીને મોડી રાત્રે કેદીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ બનાવને કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ઉઠ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 2 મહિના અગાઉ જ દેવગઢ બારીયાની સબજેલમાંથી 2 કેદીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. તે પૈકી 1 કેદીને પોલિસે ઝડપી પાડ્યો હતો, જ્યારે 1 કેદી હજી પણ પોલીસની પકડથી દૂર છે, ત્યારે ગત મોડી રાત્રે સબજેલની 2 બેરેકના તાળા તોડી વધુ 13 જેટલાં કેદીઓ ફરાર થવામાં સફળ રહેતા જેલ પ્રશાસનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.