દાહોદ: પોલીસ સાથેના ઘર્ષણમાં, કુખ્યાત હત્યારા દિલીપનું એન્કાઉન્ટર

અટલ સમાચાર, ડેસ્ક આ એન્કાઉન્ટરમાં સાઇકો કિલર દિલીપ દેવળ ઠાર મરાયો હતો જ્યારે પોલીસના પાંચ જનોને ઇજા થઈ હતી. દિલીપનો આતંક એટલો હતો કે તેણે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં ખૂન અને લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપીને ફરતો હતો જોકે અંતે તેને મોત જ મળ્યું હતું. દાહોદનો કુખ્યાત હત્યારો દિલીપ દેવળ
 
દાહોદ: પોલીસ સાથેના ઘર્ષણમાં, કુખ્યાત હત્યારા દિલીપનું એન્કાઉન્ટર

અટલ સમાચાર, ડેસ્ક

આ એન્કાઉન્ટરમાં સાઇકો કિલર દિલીપ દેવળ ઠાર મરાયો હતો જ્યારે પોલીસના પાંચ જનોને ઇજા થઈ હતી. દિલીપનો આતંક એટલો હતો કે તેણે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશમાં ખૂન અને લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપીને ફરતો હતો જોકે અંતે તેને મોત જ મળ્યું હતું.

દાહોદ: પોલીસ સાથેના ઘર્ષણમાં, કુખ્યાત હત્યારા દિલીપનું એન્કાઉન્ટર
file photo

દાહોદનો કુખ્યાત હત્યારો દિલીપ દેવળ રતલામમાંપોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો છે. દિલીપ દેવળ દાહોદ જેલમાંથી બે વર્ષ અગાઉ પેરોલ પર છૂટ્યો હતો અને ત્યારબાદ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. દરમિયાન દિલીપે મધ્યપ્રદેશમાં પણ ખૂની ખેલ ખેલતા પોલીસ તેને શોધી રહી હતી. 25મી નવેમ્બરે મધ્યપ્રદેશમાં દિલીપ દેવળે ટ્રિપલ મર્ડર વીથ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસે તેને શોધવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશનની ટીમ બનાવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત રાત્રે પોલીસને દિલીપ સંતાયો હોવાની બાતમી મળતા દિલીપને પકડવા માટે રતલામ પોલીસનો કાફલો રવાના થયો હતો. દરમિયાન રતલામના ખચરોદ નજીક દિલીપને પકડવા જતા પોલીસના જવાનો અને દિલીપ વચ્ચે ફાયરિંગ થયુ હતું. આ ફાયરિંગમાં રતલામ પોલીસના પાંચ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે જેમાં બે પીએસઆઈ અને ત્રણ જવાનો છે.

મધ્યપ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે 25 નવેમ્બરના દિવસે દિલીપ દેવળ તેમજ તેના સાગરિતોએ લૂંટ સાથે ટ્રિપલ મર્ડર કર્યુ હતું. ટ્રિપલ મર્ડરનો મુખ્ય આરોપી દિલીપ દેવળને મધ્યપ્રદેશની પોલીસ શોધી રહી હતી. આ પૈકીના કેટલાક આરોપીઓ ઝડપાયા હતા પરંતુ દિલીપ દેવળ તેમાં ફરાર હતો. જોકે, ગઈકાલે પોલીસને માહિતી મળી હતી કે તે ખચરોલ નાકા તરફ કાચા રસ્તે નીકળ્યો છે.

તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, રતલામની ખાચરોદ ચોકડી ફોર લેન હાઇવે પર હોમગાર્ડ કોલોની નજીકથી દિલીપ પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે રતલામ પોલીસે નાકાબંધી કરી હતી. જોકે પોલીસને જોતા જ દિલીપે ફાયરિંગ કર્યું હતું. જેમાં 5 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને સામે પોલીસે ફાયરિંગ કરતાં દિલીપ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.