ડેરી@બનાસકાંઠા: ભાવવધારો આપી બનાસદાણ મારફત રકમ ખેંચી લીધી

અટલ સમાચાર,પાલનપુર બનાસ ડેરી દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ 25 રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો. જોકે બનાસ દૂધસંઘ ઘ્વારા પશુઆહારમાં ભાવવધારો ઝીંકી પાછલે બારણેથી વધારાની રકમ પરત ખેંચી હોવાનું સામે આવ્યુ છે. જેનાથી પંથકના લાખો પશુપાલકો દૂધસંઘની વેપારીનિતિ સામે રોષે ભરાયા છે. બનાસ દૂધસંઘે કેટલાક દિવસો પહેલા પશુપાલકોને રાજી
 
ડેરી@બનાસકાંઠા: ભાવવધારો આપી બનાસદાણ મારફત રકમ ખેંચી લીધી

અટલ સમાચાર,પાલનપુર

બનાસ ડેરી દ્વારા તાજેતરમાં દૂધના ભાવમાં કિલો ફેટ દીઠ 25 રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો. જોકે બનાસ દૂધસંઘ ઘ્વારા પશુઆહારમાં ભાવવધારો ઝીંકી પાછલે બારણેથી વધારાની રકમ પરત ખેંચી હોવાનું સામે આવ્યુ છે. જેનાથી પંથકના લાખો પશુપાલકો દૂધસંઘની વેપારીનિતિ સામે રોષે ભરાયા છે.

બનાસ દૂધસંઘે કેટલાક દિવસો પહેલા પશુપાલકોને રાજી કર્યા હતા. જોકે પશુપાલકોની ખુશી ગણતરીના દિવસો પુરતી હોય તેમ બનાસદાણમાં 75 રૂપિયાનો વધારો કરી દીધો છે. જેનાથી એક હાથે નાણા આપી બીજા હાથે ઝુંટવી લીધા હોવાનું પશુપાલકો માની રહયા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસ દૂધસંઘના વહીવટથી પશુપાલકોને ફાયદો થશે કે કેમ ? તેવા સવાલો ઉભા થયા છે.

પશુપાલકોને દૂઘના ફેટમાં જે વધારો અપાયો છે તેની સામે બનાસદાણના ભાવમાં ઉછાળો આવક કરતા જાવક વધારી રહયો છે. આવી સ્થિતિમાં પશુપાલકો નારાજ બની પશુપાલન છોડવા સુધીની તૈયારી કરી રહયા હોવાનું સામે આવ્યુ છે.