દલિત@મર્ડર: ઉપસરપંચની હત્યા તંત્રની લાપરવાહીના કારણે થઇ હોવાના આક્ષેપો

અટલ સમાચાર, અમદાવાદ બોટાદના જાળીલા ગામનાં ઉપસરપંચ અને સરપંચનાં પતિ મનજીભાઈ સોલંકીને 6 જણનાં ટોળાએ માર માર્યો હતો. જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓ ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર, હરદીપ ભરતભાઇ ખાચરની અટકાયત કરવામાં આવી છે. આ મામલાને કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ઉપસરપંચની હત્યાનાં કેસમાં
 
દલિત@મર્ડર: ઉપસરપંચની હત્યા તંત્રની લાપરવાહીના કારણે થઇ હોવાના આક્ષેપો

અટલ સમાચાર, અમદાવાદ

બોટાદના જાળીલા ગામનાં ઉપસરપંચ અને સરપંચનાં પતિ મનજીભાઈ સોલંકીને 6 જણનાં ટોળાએ માર માર્યો હતો. જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓ ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર, હરદીપ ભરતભાઇ ખાચરની અટકાયત કરવામાં આવી છે. આ મામલાને કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. ઉપસરપંચની હત્યાનાં કેસમાં ગુજરાત કોંગ્રેસનાં નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે લાલ આંખ કરતી ટ્વિટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘ગુજરાત સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. ગુજરાતમાં કાનૂન અને વ્યવસ્થાની પરિસ્થિતિ બેહાલ છે.

અમિત ચાવડાએ ટ્વિટ કરતાં કહ્યું છે કે, ‘ગુજરાત સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે.રાણપુર તાલુકાના દલિત આગેવાન મનજીભાઈ સોલંકી દ્વારા 1 વર્ષથી પોતાને જાનનું જોખમ હોય પોલીસ રક્ષણ માટે લેખિત રજુઆત કરવા છતાં મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીની લાપરવાહીનાં કારણે આજે તેઓની ખુલ્લે આમ હત્યા થઈ.’