દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને નુકશાન થયેલ પાક સહાય મેળવવાની તારીખમાં વધારો
અટલ સમાચાર, મહેસાણા રાજ્યના દુષ્કાળગ્રસ્ત 51 તાલુકાઓમાં ખેતી પાકોને થયેલ નુકશાનને લઈ પિડીત ખેડૂતો પાસેથી એસડીઆરએફ અંતર્ગત સબસીડી મેળવવા માટેની અરજીઓ સ્વીકારવાની મુદતમાં અગાઉ 15 જાન્યુઆરી 2019 નક્કી કરાઈ હતી. જેમાં કેટલાક ખેડૂતોની લાભ ન લઈ શક્યાની બાબતોને લઈ તારીખમાં વધારો કરી છેલ્લી તારીખ 31 જાન્યુઆરી કરવામાં આવી છે, તેવા આદેશ મહેસૂલ વિભાગે તમામ લાગતા-વળગતા
Jan 15, 2019, 21:00 IST

અટલ સમાચાર, મહેસાણા
રાજ્યના દુષ્કાળગ્રસ્ત 51 તાલુકાઓમાં ખેતી પાકોને થયેલ નુકશાનને લઈ પિડીત ખેડૂતો પાસેથી એસડીઆરએફ અંતર્ગત સબસીડી મેળવવા માટેની અરજીઓ સ્વીકારવાની મુદતમાં અગાઉ 15 જાન્યુઆરી 2019 નક્કી કરાઈ હતી. જેમાં કેટલાક ખેડૂતોની લાભ ન લઈ શક્યાની બાબતોને લઈ તારીખમાં વધારો કરી છેલ્લી તારીખ 31 જાન્યુઆરી કરવામાં આવી છે, તેવા આદેશ મહેસૂલ વિભાગે તમામ લાગતા-વળગતા જિલ્લાના ડીડીઓને પરિપત્ર કરી આદેશ કર્યા છે. જેથી હવે લાભ મેળવવાથી વંચિત ખેડૂતોએ 31મી સુધીમાં અરજી કરી શકશે.