આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ ભાગ્યે જ મોજ-મસ્તીના મૂડમાં જોવા મળતા હોય છે. જોકે, સંગીત એવી વસ્તુ છે કે, ભલભલા ધુરંધરને પણ શરીરમાં ધ્રુજારી લાવી થનાગનાટ કરવા મજબૂર કરી દે છે. દિલ્હીમાં સુનો સહેલી કાર્યકમ દરમ્યાન મહિલા SPએ અન્ય કર્મચારીઓ સાથે ડાન્સ કરતા રોમાંચનું વાતાવરણ તેની ચરમસીમાએ પહોંચી ગયુ હતુ.

હકીકતે દિલ્હીમાં વિશેષ કરીને મહિલાઓની જાગૃતિ અને સંવાદનો સેતુ મજબૂત કરવા સુનો સહેલી નામથી 30 માર્ચના રોજ આયોજન થયુ હતુ. જેમાં જાણીતી કલાકાર સપના ચૌધરીના ગીત ઉપર મહિલા પોલીસ કર્મચારીઓ ડાન્સ કરતી હતી. સ્ટેજ ઉપર મહિલા પોલીસની ટીમ સાથે અચાનક બેનિતા મેરી નામની SP અધિકારી જોડાઇ ગયા હતા. જેમાં સંગીતના તાલે ગણતરીની મિનિટો પુરતો SPનો ડાન્સ જોઇ દર્શકો રોમાંચિત થઇ ગયા હતા. પોલીસ કર્મચારી અને SPનો ડાન્સ વાળો વિડીયો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહયો છે.

22 Oct 2020, 2:52 AM (GMT)

COVID-19 Global Stats

41,484,574 Total Cases
1,136,334 Death Cases
30,910,840 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code