ખતરો@અમીરગઢઃ વિરમપુરના અદ્યતન આરોગ્ય કેન્દ્રમાં સુવિધા ભગવાન ભરોષે

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લાનો ગરીબ અને પછાત ગણાતો અમીરગઢ તાલુકામાં સૌથી વધારે આદિવાસી લોકો વસવાટ કરે છે. તાલુકામાં સરકારે વિરમપુર ગામમાં સ્થાનિકોના આરોગ્યની ચિંતા કરી અદ્યતન સાધનો સાથે બિલ્ડીંગ બનાવી દીધું. પરંતુ તે પાછળ તેની દેખરેખમાં ધ્યાન ન આપતા અનિયમિત સ્ટાફને લઈ સારવાર મેળવી શકાતી નથી. મહત્વનું છે કે, ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના
 
ખતરો@અમીરગઢઃ વિરમપુરના અદ્યતન આરોગ્ય કેન્દ્રમાં સુવિધા ભગવાન ભરોષે

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લાનો ગરીબ અને પછાત ગણાતો અમીરગઢ તાલુકામાં સૌથી વધારે આદિવાસી લોકો વસવાટ કરે છે. તાલુકામાં સરકારે વિરમપુર ગામમાં સ્થાનિકોના આરોગ્યની ચિંતા કરી અદ્યતન સાધનો સાથે બિલ્ડીંગ બનાવી દીધું. પરંતુ તે પાછળ તેની દેખરેખમાં ધ્યાન ન આપતા અનિયમિત સ્ટાફને લઈ સારવાર મેળવી શકાતી નથી. મહત્વનું છે કે, ૧૪ જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવા નાં વરદ હસ્તે કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રનું નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વિરમપુર પંથકના ગરીબ તેમજ ડુંગરાળ વિસ્તારમાં રહેતા લોકોને સમયસર સારવારનો લાભ મળી રહે તે માટે સરકારી યોજના તળે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. તેમજ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સરે જેવી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં અહીયાં ડૉક્ટર તથા અન્ય સ્ટાફના અભાવના કારણે સેવા ગરીબ લોકોને સારવાર મળતી નથી તેવું સ્થાનિકોનું કહેવું છે.

આ સામુહિક આરોગ્ય કેન્દ્ર આજે શોભાના ગાંઠીયા સમાન જણાઈ રહ્યું છે. વધુ માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે અત્યારે ફરજ પરના જેતે સ્ટાફ છે તે પણ સમયસર હાજર રહેતા નથી. તેથી સરકાર દ્વારા કરવામાં આવેલ કરોડો રૂપિયાનો ખર્ચ આજે પાણીમાં ડૂબી ગયેલો દેખાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યુ કે આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર તેમજ જરૂરીયાત મુજબ નો સ્ટાફ મુકવામાં આવશે કે પછી ગરીબ લોકો ને સમયસર સારવાર માટે ફાંફા જ મારવા પડશે?