ખતરો@દેશઃ આફ્રિકન સ્વાઇન ફ્લૂથી, આસામમાં 2500 સૂવરનો સફાયો

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના સંકટની વચ્ચે આસામ સરકારે રવિવારે કહ્યું કે રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો છે. તેનાથી 306 ગામોમાં 2500થી સૂવરને મારી દેવામાં આવ્યા છે. આસામ પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ તાત્કાલિક સૂવરોને મારવાને બદલે આ ઘાતક
 
ખતરો@દેશઃ આફ્રિકન સ્વાઇન ફ્લૂથી, આસામમાં 2500 સૂવરનો સફાયો

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના સંકટની વચ્ચે આસામ સરકારે રવિવારે કહ્યું કે રાજ્યમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો છે. તેનાથી 306 ગામોમાં 2500થી સૂવરને મારી દેવામાં આવ્યા છે. આસામ પશુપાલન અને પશુ ચિકિત્સા મંત્રી અતુલ બોરાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજ્ય સરકાર કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ તાત્કાલિક સૂવરોને મારવાને બદલે આ ઘાતક સંક્રમણ બીમારીને ફેલાવાથી રોકવા માટે કોઈ અન્ય રસ્તો અપનાવશે. તેઓએ જણાવ્યું કે આ બીમારીનું કોવિડ-19 સાથે કોઈ લેવા-દેવા નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થાન ભોપાલે પુષ્ટિ કરી છે કે આ આફ્રિકન સ્વાઇન ફ્લૂ છે. કેન્દ્ર સરકારે અમને જણાવ્યું કે આ દેશમાં આ બીમારીનો પહેલો કેસ છે. તેઓએ કહ્યું કે વિભાગ દ્વારા 2019ની ગણતરી મુજબ સૂવરોની કુલ સંખ્યા લગભગ 21 લાખ હતી પરંતુ હવે તે વધીને લગભગ 30 લાખ થઈ ગઈ છે.

પશુ ચિકિત્સા મંત્રીએ કહ્યું કે, માત્ર એ જ સૂવરોને મારવામાં આવશે જે સંક્રમિત હશે. રાજ્ય સરકારે પડોશી રાજ્યોને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાને ત્યાં સૂવરોની અવર-જવર પર રોક લગાવો, જેથી સંક્રમણને ફેલાવાથી રોકી શકાશે. તેઓએ કહ્યું કે, અમે 10 કિલોમીટરના વ્યાપ વિસ્તારનું સર્વેલન્સ ઝોનમાં ફેરવી દીધું છે, જેથી ત્યાંના સૂવર ન જઈ શકે. પશુ ચિકિત્સા વિભાગ પ્રભાવિત વિસ્તારના એક કિલોમીટરના વ્યાપમાં નમૂના એકત્ર કરવાની તપાસ કરશે.