આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસના વધતા કેસ દરેકને ચિંતામાં નાખી દીધા છે. શુક્રવારે દેશમાં પહેલી વાર કોરોનાના 6654 નવા કેસ સામે આવ્યા. કોરોનાના નવા કેસ સામે આવતા દેશમાં કોરોનામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,25,101 થઇ. શુક્રવારે કોવિડ થી 137 લોકોની મોત થઇ. દેશમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 3,720 સુધી પહોંચ્યો છે. ભારતમાં કોરોના વાયરના વધતા કેસને જોતા વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ભારતના સાત રાજ્યોમાં લોકડાઉનમાં છૂટ ન આપવાની સલાહ આપી છે.

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાના, ચંદીગઢ. તમિલનાડુ અને બિહારમાં ગત બે સપ્તાહમાં જે રીતે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તે મુજબ લોકડાઉનમાં અહીં પ્રતિબંધ ચાલુ રાખવાની જરૂર છે. WHO સલાહ આપી છે કે જે રાજ્યોમાં 5 ટકાથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ છે તેમના પર લોકડાઉનનું સખત પણે પાલન કરાવવું જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગત 7 મેના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 18 ટકા, ગુજરાતમાં 9 ટકા, દિલ્હીમાં 7 ટકા, તેલંગાનામાં 7 ટકા, ચંદીગઢમાં 6 ટકા, તમિલનાડુમાં 5 ટકા અને બિહારમાં 5 ટકા કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. આ તમામ રાજ્યોમાં WHOના માપદંડ કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે.જો કે WHOની સલાહ પૂરા રાજ્ય પર લાગુ નથી થતી. કારણ કે કેટલાક રાજ્યોના કેટલાક જિલ્લા જ કોરોના વાયરસથી સંક્રમિત છે. રાજ્યોમાં હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન પર સખતી રાખી શકાય છે. લોકડાઉનમાં ઢીલ આપવા છતાં WHOની તરફથી એક સંકેત આપવામાં આવ્યો છે જે મુજબ જે રાજ્યમાં સંક્રમણ વધુ છે તેન કોઇ રીતે ઓછું કરવું જરૂરી છે તે જણાવવામાં આવ્યું છે. જેથી કોરોના સંક્રમણથી વધતા કેસની સંખ્યાને કાબુમાં કરી શકાય

07 Jul 2020, 7:46 AM (GMT)

COVID-19 Global Stats

11,854,885 Total Cases
543,674 Death Cases
6,815,447 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code