ખતરો@દેશઃ અત્યાર સુધી 7,600 કોરોના પોઝિટિવ કેસ, 206 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. અહીં સંક્રમિતોની સંખ્યામાં છેલ્લા 27 દિવસમાં 100 ગણાથી વધારે વધારો થયો છે. રાજ્યમાં 14 માર્ચના રોજ કોરોના પોઝિટિવની સંખ્યા 14 હતી, જે 10 એપ્રિલના રોજ વધીને 1600 થઈ ગઈ છે. મુંબઈમાં જ સંક્રમિતોની સંખ્યા 993 થઈ ગઈ છે. શુક્રવારે અહીં 10 લોકોના મોત
 
ખતરો@દેશઃ અત્યાર સુધી 7,600 કોરોના પોઝિટિવ કેસ, 206 લોકોના મોત

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે. અહીં સંક્રમિતોની સંખ્યામાં છેલ્લા 27 દિવસમાં 100 ગણાથી વધારે વધારો થયો છે. રાજ્યમાં 14 માર્ચના રોજ કોરોના પોઝિટિવની સંખ્યા 14 હતી, જે 10 એપ્રિલના રોજ વધીને 1600 થઈ ગઈ છે. મુંબઈમાં જ સંક્રમિતોની સંખ્યા 993 થઈ ગઈ છે. શુક્રવારે અહીં 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાને લીધે સૌથી વધારે 110 લોકોના મોત થયા છે. આ સાથે તે દેશનું પ્રથમ એવુ રાજ્ય બન્યુ છે કે જ્યાં 100થી વધારે મોત થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 7,600 થઈ ગઈ છે. કાલે 1028 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. બીજી બાજુ આરોગ્ય મંત્રાલયના મતે અત્યારે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6761 છે. તે પૈકી 6,039 દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે. 515 દર્દી ઠીક થઈ જતા રજા મળી ગઈ છે. જ્યારે 206 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોના સામે લડવા માટે 15 હજાર કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ મદદ રાજ્યોને આપવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 678 નવા કેસ સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ગઈકાલે 16000 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 320 સંક્રમિત મળી આવ્યા હતા.