ખતરો@પૃથ્વીઃ 19 હજાર KMની ઝડપે 29 એપ્રિલે ધરતી પાસેથી પસાર થશે ઉલ્કાપિંડ

અટલ સમાચાર, ડેસ્ક ઉલ્કાપિંડ આજકાલ વૈજ્ઞાનિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આગામી સપ્તાહે લગભગ 1.2 મીલ પહોળો ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે. તેની જે તસવીર લેવામાં આવી છે તેમાં ઉલ્કાપિંડ માસ્ક લગાવેલું હોય એવું દેખાય છે. 19000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉલ્કાપિંડને 1998 ડફ2 નામ આપવામાં આવ્યું છે. આ પહેલીવખત 1998માં જોવા મળ્યો હતો. 29 એપ્રિલની
 
ખતરો@પૃથ્વીઃ 19 હજાર KMની ઝડપે 29 એપ્રિલે ધરતી પાસેથી પસાર થશે ઉલ્કાપિંડ

અટલ સમાચાર, ડેસ્ક

ઉલ્કાપિંડ આજકાલ વૈજ્ઞાનિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આગામી સપ્તાહે લગભગ 1.2 મીલ પહોળો ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે. તેની જે તસવીર લેવામાં આવી છે તેમાં ઉલ્કાપિંડ માસ્ક લગાવેલું હોય એવું દેખાય છે. 19000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉલ્કાપિંડને 1998 ડફ2 નામ આપવામાં આવ્યું છે. આ પહેલીવખત 1998માં જોવા મળ્યો હતો.

29 એપ્રિલની નજીકથી પસાર થશે. આ સમયે તેની ઝડપ 19 હજાર કિલોમિટર પ્રતિ કલાક હશે. ધરતીથી લગભગ 39 લાખ કિલોમિટર દૂર હશે. નાસા પ્રમાણે આ પૃથ્વી ઉપર વૈશ્વિક અસર ઊભી કરવા માટે પર્યાપ્ત મોટો છે. વૈજ્ઞાનિકો પ્રમાણે એના એક ભાગ ઉપર પહાડીઓ અને લીટીઓ જેવી વિશેષતા દેખાય છે. એટલા માટે આણે માસ્ક પહેરેલું હોય એવું દેખાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નાસાના (NASA) સેન્ટર ફોર નિયર-અર્થ સ્ટડીઝ પ્રમાણે બુધવારે 29 એપ્રિલે સવારે 5.56 વાગ્યે ઈન્સટ્ન ટાઈમમાં ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે. વૈજ્ઞાનિકો પ્રમાણે ધરતીથી ટકરાવવાની શક્યાત ખૂબ જ ઓછી છે. ઉલ્લેખનીય છે કે અરેકિબો વૈધ્યશાલા એક રાષ્ટ્રીય વિજ્ઞાન ફાઉન્ડેશનની સુવિધા છે. જેને સેન્ટ્રલ ફ્લોરિડા વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ વૈધ્યશાળા નાસાના નિયર અર્થ ઓબ્ઝેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ દ્વારા સમર્થિત છે. 90ના દાયકાના મધ્યમાં ખગોળીય પિંડનું વિશ્લેષણ કરી રહી છે.

વૈજ્ઞાનિકો પ્રમાણે આ ઉપગ્રહને સંભવિત ખતરનાક વસ્તુના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. કારણ કે 500 ફૂટથી મોટો છે. આ પૃથ્વીની કક્ષામાં 75 લાખ કિલોમિટરની અંદર છે. એટલા માટે આ ભવિષ્યમાં પૃથ્વી માટે ખતરો બની શકે છે. અરેકિબો વૈદ્યશાળાને વિશેષજ્ઞ ફ્લેવિયન વેંડિટીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2079માં આ ઉલ્કાપિંડ આ વર્ષની તુલનામાં પૃથ્વીની નજીક 3.5 ગણો વધારે હશે. એટલા માટે તેની કક્ષાને યોગ્ય રીતે સમજવી મહત્વપૂર્ણ છે.