આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે. પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. હિંમતનગર-નડિયાદ એસટી બસનો ચાલક પ્રવિણસિંહ ભેમસિંહ સોઢાપરમાર (નડિયાદ ડેપો) નશામાં ધૂત બની બસ હંકારતા બસ હાલક-ડોલક રેલાતા બસમાં બેઠેલા ૨૫ થી વધુ મુસાફરોના જીવ તળિયે ચોંટ્યા હતા. બસ બાયડ ડેપોમાં પહોચતાની સાથે મુસાફરોએ હૈયે હાશકારો અનુભવ્યો હતો.

હિંમતનગર-નડિયાદ એસટી બસનો ચાલક પ્રવિણસિંહ ભેમસિંહ સોઢા પરમાર નશામાં ધૂત બની બસ હંકારતા બસમાં બેઠેલા ૨૫થી વધુ મુસાફરોના જીવ તળિયે ચોંટ્યા હતા. જોકે બસ બાયડ ડેપોમાં પહોંચ્યા બાદ હોબાળો મચાવતા બાયડ ડેપો મેનેજર સહીત સ્ટાફ પહોંચી ડ્રાઈવરનું એનાલાઈઝરથી પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં દારૂ પીધેલો જણાઈ આવતા બાયડ પોલીસને હવાલે કરતા બાયડ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મહત્વનું છે કે, અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના એસટી ડેપોના શૌચાલયમાં અને આજુબાજુના વિસ્તારોમાં વિદેશી દારૂ, બીયરના ટીન અને દેશી દારૂની કોથળીયો પડી હોવાની અનેક બૂમો સમય અંતરે ઉઠી છે. થોડા વર્ષ અગાઉ મોડાસાના એસટી ડેપોમાં રાત્રીના સુમારે દારૂની મહેફિલ જામતી હોવાથી એસટી ડેપોના ધાબા પરથી વિદેશી દારૂની ખાલી બોટલ અને બીયરના ટીન મળી આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code