ખતરોઃ આગામી આ તારીખે ગુજરાતમાં ફરી વાવાઝોડું ત્રાટકી શકે છે

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત છે. ત્યારે ગુજરાતનું વાતાવરણ સાવ પલટાઈ ગયું છે. તડકાને બદલે વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. તો અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી પડ્યો છે, અને અનેક જિલ્લામાં કાળાડિબાંગ વાદળો મંડરાઈ
 
ખતરોઃ આગામી આ તારીખે ગુજરાતમાં ફરી વાવાઝોડું ત્રાટકી શકે છે

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ વાવાઝોડા તરીકે ફંટાય તેવી દહેશત છે. ત્યારે ગુજરાતનું વાતાવરણ સાવ પલટાઈ ગયું છે. તડકાને બદલે વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. તો અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી પડ્યો છે, અને અનેક જિલ્લામાં કાળાડિબાંગ વાદળો મંડરાઈ ગયા છે. આવામાં આ ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ લેશે તો દ્વારકા થઈને તે કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળશે. આવામાં સૌરાષ્ટ્રના અનેક દરિયા કિનારાઓ પર તેજ હવા ફૂંકાઈ રહી છે. જેને જોતા બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર વાવાઝોડુ ત્રાટકે તેવી શક્યતા હોવાથી 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. જામનગરના બંદરો પર પણ 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અરબી સમુદ્ર મા લો પ્રેશર સર્જાતા સિગ્નલ લગાવાયું છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવાયુ છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. જામનગરમા સામાન્ય કરતા પવનની ગતિમા વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્લન લગાવી દેવાયું છે. પરંતુ દીવ ના દરિયાકાંઠે કોઈ સિગ્નલ લગાવાયું નથી. હવામાન વિભાગ તરફથી કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી. પરિપત્ર ન આવતા દીવમાં સિગ્નલ લગાવાયું નથી.

દેવભૂમિ દ્વારકાના ઓખા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. નજીકના અરબી સમુદ્ર માં ડિપ્રેશન સર્જાતા સિગ્નલ લગાવાયુ છે. માછીમારોને દરિયો જ ખેડવાની સીઝન આવતીકાલથી પૂરી થાય છે. ત્યારે માછીમારોની સલામતી માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. વેરાવળ અને માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ મૂકી દેવાયુ છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમરેલીના જાફરાબાદ બંદરમા 1 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. સાવચેતીના ભાગરુપે તંત્ર દ્વારા આ સિગ્નલ લગાવાયું છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. લોકડાઉનના કારણે જાફરાબાદ બંદર પર મોટાભાગની બોટો જાફરાબાદ બંદર પર છે. ત્યારે તંત્ર દ્વારા માછીમારી ન કરવા માછીમારોને સૂચના આપી દેવાઈ છે.