આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ કુમાર અગ્રવાલે મંગળવારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સીંગ ન જાળવનાર કોરોના વાયરસનો સંક્રમિત દર્દી એક મહિનામાં 406 લોકોને ચેપ લગાડી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેશભરમાં લોકડાઉનથી જ સંક્રમણને રોકી શકાય છે. અત્યાર સુધી 326 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં 4421 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમાંથી 354 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. કોરોનાને મેનેજ કરવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. દરેક રાજ્યોને તે પ્લાન મોકલવામાં આવ્યો છે.તેમણે ઉમેર્યુ કે ભારતીય રેલવે દ્વારા ટ્રેનમાં 40 હજાર આઇસોલેશન બેડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. આ બેડ ટ્રેનોમાં રાખવામાં આવ્યા છે.

હોમ ક્વૉરન્ટાઇન કરાયેલી વ્યક્તિ ઘરમાં જ રહે છે કે નહીં તેના માટે ટેકનોલોજીની મદદ લેવાઈ રહી છે. સરકાર તેમના મોબાઇલ લોકેશન પર પણ બાઝ નજર રાખી રહી છે જેથી તેમના ક્વૉરન્ટાઇન ભંગના જોખમ વિશે સરકારને માહિતી રહે. શહેરમાંથી ગામડામાં ગયેલા લોકોને ક્વૉરન્ટીન કરાશે. સંક્રમણ ગ્રામ્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી દેવાયું છે. શહેરી વિસ્તારોમાં સ્થળાંતર કરીને જે લોકો ગ્રામ્ય વિસ્તારોમાં આવ્યા છે તેમને ગામના આગેવાનો, પોલીસ મિત્રની મદદ લઈને ક્વૉરન્ટાઇન કરવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે અને આવા લોકોને ગામના વયસ્કોથી દૂર રહેવા પણ તાકીદ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code