ખતરનાક@ડીસા: પત્નીનો હત્યારો પતિ, ઇરાદાપુર્વક પ્લાન સાથે મારી નાંખી 

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ડીસામાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી લાશ ફેંકી દેતા ચકચાર મચી ગઇ છે. પત્નીને ગળે ટૂંપો દઈ મારી નાંખ્યા બાદ પતિએ તેની લાશને અવાવરી જગ્યાએ ફેંકી દીધી હતી. સાતેક દિવસ અગાઉ પતિ તેની પત્નીને ઉઠાવી ગયો હોવાથી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ અચાનક બુધવારે ડીસાના ભોયણ ખાતેથી લાશ મળી
 
ખતરનાક@ડીસા: પત્નીનો હત્યારો પતિ, ઇરાદાપુર્વક પ્લાન સાથે મારી નાંખી 

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) 

ડીસામાં એક પતિએ તેની પત્નીની હત્યા કરી લાશ ફેંકી દેતા ચકચાર મચી ગઇ છે. પત્નીને ગળે ટૂંપો દઈ મારી નાંખ્યા બાદ પતિએ તેની લાશને અવાવરી જગ્યાએ ફેંકી દીધી હતી. સાતેક દિવસ અગાઉ પતિ તેની પત્નીને ઉઠાવી ગયો હોવાથી પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ અચાનક બુધવારે ડીસાના ભોયણ ખાતેથી લાશ મળી આવતા પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. જોકે ડીસા પોલીસ હત્યારા પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલહવાલે કર્યો છે.

ખતરનાક@ડીસા: પત્નીનો હત્યારો પતિ, ઇરાદાપુર્વક પ્લાન સાથે મારી નાંખી 

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં એક યુવકે પોતાની પત્નીની ઇરાદાપુર્વક પ્લાન સાથે હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતિ મુજબ ધાનપુર ગામની એક છોકરીના લગ્ન વિરોલ ગામના યુવાન સાથે થયા હતા. જોકે અગમ્ય કારણોસર સાતેક દિવસ અગાઉ તેનો પતિ તેને જબરજસ્તી ઉપાડી ગયો હતો. ત્યારબાદ પરિવારજનોએ પોલીસ ફરીયાદ કરી હતી. જોકે અચાનક બુધવારે યુવતિની લાશ મળતા ચકચાર મચી ગઇ છે.

ખતરનાક@ડીસા: પત્નીનો હત્યારો પતિ, ઇરાદાપુર્વક પ્લાન સાથે મારી નાંખી 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, યુવકે તેની પત્નિનુ ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેણીની લાશ ડીસાના ભોયણ નજીક ફેંકી દીધી હતી. પરંતુ લાશ ખુલ્લામાં પડી હોવાથી જાનવરોએ ફાડી ખાધી હોવાનું સામે આવ્યુ છે. જોકે, લાશ એટલી હદે ફાડી ખાધી હતી કે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી. હત્યાને લઇ યુવતિના પરિવારજનોએ તેના પતિને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી છે.

ખતરનાક@ડીસા: પત્નીનો હત્યારો પતિ, ઇરાદાપુર્વક પ્લાન સાથે મારી નાંખી