ખતરનાક@ઇડર: મૃત વ્યક્તિની ડૉક્ટરોએ દવા મંગાવી, હોસ્પિટલનો વિડીયો વાયરલ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ઇડરની લાઇફલાઇન હોસ્પિટલમાં માનવતા સામે ગંભીર સવાલો ઉભો કરતો વિડીયો સામે આવ્યો છે. મંગળવારે અચાનક મૃતકના પરિવારજનોએ ડૉક્ટરો સામે ઉગ્ર આક્રોશ રજૂ કરી કોલાહલ મચાવી દીધો છે. વ્યક્તિ અગાઉ સારવાર હેઠળ હોઇ દવા ચાલુ હતી. આ દરમ્યાન વ્યક્તિનું મોત થઇ ગયુ છતાં ડૉક્ટરોએ પરિવારજનોને ગેરમાર્ગે દોરી મૃતક માટે દવાઓ મંગાવી હતી.
 
ખતરનાક@ઇડર: મૃત વ્યક્તિની ડૉક્ટરોએ દવા મંગાવી, હોસ્પિટલનો વિડીયો વાયરલ

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ઇડરની લાઇફલાઇન હોસ્પિટલમાં માનવતા સામે ગંભીર સવાલો ઉભો કરતો વિડીયો સામે આવ્યો છે. મંગળવારે અચાનક મૃતકના પરિવારજનોએ ડૉક્ટરો સામે ઉગ્ર આક્રોશ રજૂ કરી કોલાહલ મચાવી દીધો છે. વ્યક્તિ અગાઉ સારવાર હેઠળ હોઇ દવા ચાલુ હતી. આ દરમ્યાન વ્યક્તિનું મોત થઇ ગયુ છતાં ડૉક્ટરોએ પરિવારજનોને ગેરમાર્ગે દોરી મૃતક માટે દવાઓ મંગાવી હતી. જેની જાણ પરિવારજનોને થતાં હોસ્પિટલમાં રોષ ઠાલવતા માનવતા સામે પૈસા પડાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

સાબરકાંઠા જીલ્લાના ઇડર શહેરમાં આવેલી લાઇફલાઇન નામની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો મોત સામે વેપાર કરતા હોવાનું સામે આવ્યુ છે. ઇડર તાલુકાના ગામના પરિવારના વ્યક્તિને લાઇફલાઇનમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન ડૉક્ટરોએ અવાર-નવાર દવા મંગાવતા પરિવારજનો યુવકને બચાવવા યેનકેન કરીને ખર્ચ કરી દવા કરાવી હતી. આ દરમ્યાન વ્યક્તિનું મોત થઇ ગયુ છતાં ડૉક્ટરોએ દવા મંગાવવાનું ચાલુ રાખ્યુ હતુ.ખતરનાક@ઇડર: મૃત વ્યક્તિની ડૉક્ટરોએ દવા મંગાવી, હોસ્પિટલનો વિડીયો વાયરલ

મૃતકના પરિવારજનોને ખબર પડતાં ડૉક્ટરોને હોસ્પિટલમાં જ તતડાવી મરેલાં વ્યક્તિની દવા કેમ મંગાવી તેવા સવાલો સાથે રોષ વ્યકત કર્યો હતો. પરિવારજનોના ઉગ્ર રોષ સામે ડૉક્ટરો ગેંગેં-ફેંફેં થઇ ગયા હતા. સમગ્ર મામલે ઘટનાનો વિડીયો ઉતારી લેતા હોસ્પિટલની પોલ ખોલવા વાયરલ કરવામાં આવ્યો છે. જેનાથી દર્દીઓમાં ભારે આક્રોશ અને ગુસ્સો વધી ગયો હોઇ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ડૉક્ટરોની ટીમે બેઠક બોલાવી હતી.

જોગવાઇ ન હોઇ આરોગ્ય અધિકારી તપાસ કરવા અસક્ષમ

સમગ્ર મામલે સાબરકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, ઘટના સંદર્ભે વિગતો મળી છે પરંતુ જોગવાઇ ન હોવાથી તેમજ કોઇ ફરીયાદી ન હોવાથી તપાસ કરવાનો આધાર મળતો નથી. જોકે કલેક્ટર કે ડીડીઓ જનહિતમાં આદેશ કરે તો તપાસ થઇ શકે. જેમાં કસુરવારો સામે આવે તો કડક કાર્યવાહીની ગુંજાઇશ બને.

વિડીયો ખોટો હોવા સામે ડૉક્ટરો ચુપ

સમગ્ર મામલે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા લાઇફલાઇન હોસ્પિટલના ડૉક્ટર સાથે વાત કરતા વિડીયો ખોટો હોવા અંગે ટિપ્પણી કરી નથી. વિડીયો હોસ્પિટલોનો જ હોવાનું સ્વિકારી ગંભીર સ્થિતિની ચર્ચા માટે બેઠક બોલાવી હોવાનું જણાવ્યુ હતુ.