અટલ સમાચાર,વડગામ
બનાસકાંઠાના દાંતા તાલુકના પાણોદરા ગામમાં ટ્રેક્ટર પલટી જતા અકસ્માતમાં ૧ ખેડુતનું મોત નિપજવા પામ્યુ છે. દાંતાના પાણોદરા ગાના ખેડુત કાળુજી પરખાનજી ઠાકોર ગત શનિવારે મોડી સાંજે ટ્રેક્ટર લઇ ઘર તરફ આવી રહયા હતા ત્યારે રસ્તામાં ઢાળ ઉપર કાળુજીએ સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી જતા તે ટ્રેક્ટર નીચે દબાઇ જતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ દોડી આવી કાળુજીને ટ્રેક્ટરની બહાર કાઢયા હતા.