દાંતા: લોકડાઉનમાં અખાદ્ય કરિયાણાનો જથ્થો ઝડપાયો, બે વેપારી સામે કાર્યવાહી

અટલ સમાચાર, દાંતા દાંતા પંથકમાં લોકડાઉન વચ્ચે કરિયાણાની દુકાનમાં એક્સપાયરી ડેટનો જથ્થો ઝડપાયો છે. વેપારીઓ એક્સપાયરી ડેટની વસ્તુનું વેચાણ કરતા હોવાથી ખાધ અને પુરવઠાની ટીમે ઓચિંતી રેડ કરી જથ્થો ઝડપી પાડ્યો હતો. લોકડાઉનમાં લોકો પોતાના ઘરમાં કેદ છે, આ તરફ લોકો ડબલ ભાવે પણ શાકભાજી-કરિયાણા સહિતની વસ્તુઓ લેતા હોય છે. જોકે આવા વેપારીઓ સામે પુરવઠા
 
દાંતા: લોકડાઉનમાં અખાદ્ય કરિયાણાનો જથ્થો ઝડપાયો, બે વેપારી સામે કાર્યવાહી

અટલ સમાચાર, દાંતા

દાંતા પંથકમાં લોકડાઉન વચ્ચે કરિયાણાની દુકાનમાં એક્સપાયરી ડેટનો જથ્થો ઝડપાયો છે. વેપારીઓ એક્સપાયરી ડેટની વસ્તુનું વેચાણ કરતા હોવાથી ખાધ અને પુરવઠાની ટીમે ઓચિંતી રેડ કરી જથ્થો ઝડપી પાડ્યો હતો. લોકડાઉનમાં લોકો પોતાના ઘરમાં કેદ છે, આ તરફ લોકો ડબલ ભાવે પણ શાકભાજી-કરિયાણા સહિતની વસ્તુઓ લેતા હોય છે. જોકે આવા વેપારીઓ સામે પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતા પંથકમાં કરિયાણાની દુકામાં એક્સપાયરી ડેટનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ છે. કરિયાણાનો વેપારી છેલ્લા કેટલાક દિવસથી એક્સપાયરી ડેટનો જથ્થો વેચતો હતો. જોકે આ બાબતની જાણ પુરવઠા વિભાગને થતાં આજે રેડ કરી જથ્થો જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમ્યાન 11 હજાર જેટલી રકમનો એક્સપાયરી ડેટનો જથ્થો ઝડપાયો હતો. પુરવઠા વિભાગે બંને વેપારીઓ સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.