આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, દાંતા

બનાસકાંઠા જિલ્લાની દાંતા પશ્ચિમ રેન્જ હેઠળ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનની રજૂઆત બાદ તપાસ શરુ કરવામાં આવી છે. વન વિભાગની ટીમે સ્થળ ઉપર જઈ સાૈપ્રથમ જંગલ વિસ્તારની હદ નક્કી કરવા કવાયત હાથ ધરી હતી. જિલ્લા વન વિભાગે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ જણાતું નથી પરંતુ રિપોર્ટને અંતે આગળનું નક્કી થશે.

દાંતા પશ્ચિમ રેન્જના જંગલ વિસ્તાર નજીક છેલ્લા કેટલાક સમયથી પથ્થરનું ખોદકામ થાય છે. જ્યાં જંગલ વિસ્તારમાં ઘુસી પથ્થરનું ખનન થતું હોવાની રજૂઆત થઈ હતી. ત્યારબાદના અહેવાલને પગલે તપાસ શરુ કરાઈ છે. જિલ્લા વન વિભાગની ટીમે રેન્જ વિસ્તારની મુલાકાત લઈ વિગતો મેળવી હતી. જેમાં સંબંધિત જોગવાઈઓ તપાસવામાં આવી છે. આ અંગે જિલ્લા વનઅધિકારી ગંગાશરણે જણાવ્યું હતું કે રિપોર્ટ આવ્યા બાદ નક્કી થઈ શકશે. જોકે પ્રાથમિક ધોરણે માૈખિક વિગતોને આધારે કંઈ અયોગ્ય જણાતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code