દાંતા ટાઉન બીટના એએસઆઇ રૂપિયા 10 હજારની લાંચ લેતાં ઝડપાયા

અટલ સમાચાર. પાલનપુર છેલ્લા કેટલાક સમયથી લાંચીયા અધિકારીઓ પર સકંજો કસાઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. દાંતા પોલીસ સ્ટેશનના એએસઆઇએ મારામારીની અરજીનો નિકાલ કરવા માટે લાંચની રકમ માંગી હતી. ગુરુવારે રૂ.૧૦હજારની લાંચ સ્વીકારતા પાલનપુર એસીબીના છટકામાં રંગેહાથ ઝડપી લીધા હતા. દાંતા પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઇ ગણેશભાઇ
 
દાંતા ટાઉન બીટના એએસઆઇ રૂપિયા 10 હજારની લાંચ લેતાં ઝડપાયા

અટલ સમાચાર. પાલનપુર

છેલ્લા કેટલાક સમયથી લાંચીયા અધિકારીઓ પર સકંજો કસાઇ રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં વધુ એક પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. દાંતા પોલીસ સ્ટેશનના એએસઆઇએ મારામારીની અરજીનો નિકાલ કરવા માટે લાંચની રકમ માંગી હતી. ગુરુવારે રૂ.૧૦હજારની લાંચ સ્વીકારતા પાલનપુર એસીબીના છટકામાં રંગેહાથ ઝડપી લીધા હતા.

દાંતા પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઇ ગણેશભાઇ પરમાર(ઉ.વ.૪૯, રહે.બી-૭૧,ડીસા)એ પોલીસ મથકમાં મારામારી બાબતની એક અરજી આવી હતી જેની તપાસ તેઓ કરી રહ્યા હતા જેની સામે મારામારી બાબતે અરજી આવી હતી તેની પાસે પોલીસે આ અરજીનો નિકાલ કરવા અને હેરાન નહી કરવા માટે રૂ.15 હજારની લાંચ માગી હતી. જેને લઇને એસીબીને જાણ કરવામાં આવી હતી. રકઝકને અંતે એએસઆઇ રૂ.૧૦હજાર લેવા તૈયાર થયા હતા. એસીબીને જાણ કરાતા ટ્રેપ ગોઠવાઇ હતી. જેમાં ગુરુવારે દાંતા અંબે દર્શન હોટલ સામે એએસઆઇ પ્રવિણ પરમાર રૂ.૧૦ હજારની લાંચ ફરિયાદી પાસેથી સ્વીકારતા હતા ત્યારે એસીબીના કે.જે.પટેલ(પો.ઇન્સપેક્ટર) દ્વારા રંગેહાથ ઝડપી લેવાયા હતા.