dantiwada uni.
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શરૂ થયેલ પાંચ દિવસીય એગ્રી યુનિફેસ્ટ- ૨૦૧૯નો
સમાપન સમારોહ

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શરૂ થયેલ પાંચ દિવસીય એગ્રી
યુનિફેસ્ટ- ૨૦૧૯નો સમાપન સમારોહ સિંચાઇ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલના અધ્યસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે દેશની ૭૦ કૃષિ યુનિવર્સિટીઓના ૩ હજાર જેટલાં વિધાર્થીઓએ તા. ૩ થી ૭ ફેબ્રુઆરી દરમ્યાન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ યુથ ફેસ્ટીવલમાં ભાગ લઇને પોતાની કલાના ઓજસ પાથર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતની ધરતી પર કલા અને સંસ્કૃતિનો મહાકુંભ સર્જાયો છે. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા. ૩ ફેબ્રુઆરીના રોજ ૧૯ મી ઓલ ઇન્ડીયા ઇન્ટર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રાષ્‍ટ્રીય કક્ષાના યુથ ફેસ્‍ટીવલનો પ્રારંભ કરાવ્યો હતો.

મંત્રી પરબતભાઇ પટેલે કહ્યું કે પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ અને
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ધરતી પર તમારું આગમન થયું અને અમને
આપના આતિથ્ય સત્કારનો લાભ મળ્યો છે તે અમારા માટે પણ ગૌરવનો પ્રસંગ છે. આપણને વિકાસપુરૂષ નરેન્દ્રભાઇ મોદી જેવા નેતાનું નેતૃત્વ મળ્યું છે એ સૌભારતવાસીઓ
માટે ગર્વની બાબત છે. ગુજરાતની શાંતિ અને સલામાતિની સમગ્ર દેશમાં ચર્ચા થાય છે જે તમે અહીં રહીને પણ અનુભવી હશે. તેમણે કહ્યું કે કરોડો શ્રધ્ધાળુઓની પરમ આસ્થાનું સ્થાન અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. નડાબેટ નજીક ભારત-પાકિસ્તાન આંતરરાષ્‍ટ્રીય બોર્ડર સાથે આ જિલ્લો જોડાયેલો છે અને સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી પણ આ જિલ્લાના મુખ્ય મથક પાલનપુર પાસે આવેલ છે તેની મુલાકાત લેવા તેમણે જણાવ્યું હતું. વિશ્વનું સૌથી ઉંચું સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ ગુજરાતની ધરતી પર બનાવવામાં આવ્યું છે. તેની પણ મુલાકાત લઇ આ મુલાકાતને યાદગાર બનાવીએ.મંત્રીએ કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે કૃષિ વિશ્વ વિધાલયમાંથી મેળવેલ જ્ઞાન અને આવડતને ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડી હરિયાળા, સમૃધ્ધ, શિક્ષિત અને શક્તિશાળી રાષ્‍ટ્રનું નિર્માણ     કરીએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ છાત્રોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાંથી આવેલા કૃષિ છાત્રોને શુભેચ્છા સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ સખત મહેનત અને પરિશ્રમથી ખેતીમાં ખુબ સારી સફળતા મેળવી છે. તેમણે વિધાર્થીઓને સંબોધતાં કહ્યું કે
યુનિવર્સિટીમાંથી તમે મેળવેલ જ્ઞાનનો ખેડૂતોના ખેતરમાં જઇ ઉપયોગ કરી ખેડૂતોની
આવકમાં વધારો કરીએ. વડાપ્રધાનએ કહ્યું કે દેશનો દરેક વિધાર્થી રાષ્‍ટ્રના ભવિષ્‍યનો નિર્માતા છે. અન્નદાતાની આવક વધારવાની જવાબદારી કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વિધાર્થીઓની છે. ત્યારે ખેડૂતોની આવક વધારવા આપણે પણ મક્કમ બનીએ. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ’કૃષિ જ માનવ જીવનનો આધાર છે’.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્‍યમાં કૃષિ યુનિવર્સિટીના વિધાર્થીઓ પણ યોગદાન આપે. ટેકનોલોજીના માધ્યમથી ખેતીને સમૃધ્ધ વ્યવસાય બનાવી ખેડૂતોની આવક વધારીએ. વર્ષોથી અટકેલી ૯૯ જેટલી સિંચાઇ યોજનાઓ આ સરકારે પુરી કરી છે તેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. મેગા ફૂડ પાર્ક બની રહ્યા છે. ગ્રીન રિવોલ્યુશન, વાઇટ રિવોલ્યુશન, બ્લ્યુ રિવોલ્યુશનની સાથે સ્વીટ રિવોલ્યુશન અને ઉર્જા રિવોલ્યુશનથી ખેડૂતો વીજળી ઉત્પાદન કરી વેચતા થયા છે. તેમણે કહ્યું કે ખેડૂત સશક્ત બનશે ત્યારે જ ભારત તમામ ક્ષેત્રોમાં સશક્ત બનશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code