આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દાંતીવાડા

દાંતીવાડા પંથકમાં લોકડાઉનને લઇ ગરીબોને રાશની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. ભાંડોત્રા એસ.કે.એમ ગ્રૂપ ઓફ કંપની સંચાલિત કલ્યાણી ફાઉન્ડેશને રોજ એક હજાર કરિયાણા કીટ વિતરણનું આયોજન કરાયું છે. 25 એપ્રિલથી કીટ વિતરણ શરૂ કરનાર કલ્યાણી ફાઉન્ડેશન દ્વારા આજદિન સુધીમાં 12 હજાર કીટનું વિતરણ થઈ ચૂક્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડાના ભાંડોત્રા ગામના કીર્તિલાલ શાહ હર હંમેશા ગામ અને તાલુકામાં કપરા સમયે પડખે ઉભા રહી સેવાકીય કર્યો કરતા રહે છે. હાલ લોકડાઉનમાં રોજ કમાઈ રોજ ખાતા હજારો પરિવારોના ઘરના ચૂલા સળગવાનું બંધ થઈ ગયું છે. તેવા પરિવારો માટે ભાંડોત્રા એસ.કે.એમ ગ્રૂપ ઓફ કંપની સંચાલિત કલ્યાણી ફાઉન્ડેશન દ્રારા કીટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, 25 એપ્રિલથી કીટ વિતરણ શરૂ કરનાર કલ્યાણી ફાઉન્ડેશન દ્વારા આજદિન સુધીમાં 12 હજાર કીટનું વિતરણ થઈ ચૂક્યું છે. કલ્યાણી ફાઉન્ડેશનની ટીમો દ્વારા દાંતીવાડા અને ધાનેરા તાલુકાના અલગ અલગ ગામોમાં તેમજ રાજસ્થાનના રેવદર વિસ્તારમાં કરિયાણા કીટ વિતરણની કામગીરી હાથ ધરાઈ છે .ચોખા, ઘઉંનો લોટ, દાળ, તેલ, મરચું, મીઠું, હળદર સહિતની કીટ હજી પણ આગામી દિવસોમાં જરૂરિયાત વિસ્તારમાં વિતરણ કરાશે એવું  કીર્તિલાલ શાહેએ જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code