dantiwada
File photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દાંતીવાડા

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી તા. ૩ થી ૭ ફેબ્રુઆરી
દરમ્યાન દેશની ૭૦ કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓ માટે યુથ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે એગ્રી યુનિફેસ્ટ-૨૦૧૯ના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે. દેશની કૃષિ શિક્ષણ પધ્ધતિમાં વિધાર્થીઓને વર્ગખંડના શિક્ષણ ઉપરાંત તેમનામાં રહેલી સાંસ્કૃતિક કલા અને તે સબંધીત આવડતો અને કૌશલ્યને બહાર લાવવા માટે ગુજરાત સરકાર અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હીના સહયોગથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રી યુનિફેસ્ટ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૩ ફેબ્રુઆરીના રોજ ઉદ્દઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રણછોડભાઇ ફળદુ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ વિભાગના અગ્ર મુખ્ય સચિવ સંજય પ્રસાદ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી ર્ડા. એન. એસ. રાઠોડ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા. અશોક પટેલ ઉપસ્થિત રહેશે. તા. ૩ થી ૭ ફેબ્રુઆરી સતત પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશની ૭૦ કૃષિ યુનિવર્સિટીઓના વિધાર્થીઓ દ્વારા સંગીત, નૃત્ય, કવીઝ, વક્તૃત્વ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, ચિત્ર સ્પર્ધા, રંગોળી, કાર્ટૂનિંગ વગેરે સ્પર્ધાઓ રજુ કરવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code