આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા જીલ્લામાં સતત વધી રહેલાં કોરોના કેસોને ધ્યાને લઇ હવે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ ચોથ સુધી બહુચરાજી માતાની મંદીર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદીરો દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી આવતીકાલ તા.13/04/2021થી 30/04/2021 સુધી બહુચરાજી મંદીર બંધ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં કોરોનાના કેસોમાં દરરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે. આ તરફ સંક્રમણની ચેન તોડવા માટે યાત્રાધામ બેચરાજીના ચૈત્રી મેળાને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બેચરાજીમાં આજથી ચૈત્રી નવરાત્રી મહોત્સવ શરૂ થયો હોવાની વચ્ચે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્રારા તા.13 થી તા.30 એપ્રિલ સુધી દર્શન માટે મંદિર બંધ રાખવા નિર્ણય કરાયો છે. જે મુજબ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ નહીં મળે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, યાત્રાધામ બેચરાજીમાં પણ કોરોના કેસો હોઇ અને દરવર્ષ ભરાતાં ચૈત્રી પુનમના મેળામાં પણ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુંઓ આવતાં કોઇ આ નિર્ણય લેવાયો છે. આ સાથે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્રારા બીનજરૂરી બહાર નહીં નીકળવા, સામાજીક અંતર રાખવા, ફરજીયાત માસ્ક પહેરવા અને વારંવાર હાથની સફાઇ કરવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code