અટલ સમાચાર, ડીસા
બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસા શહેરમાં આવેલા રહેણાંક વિસ્તાર એવા પોસ્ટ ઓફીસની બાજુમાં એક કોમર્શીયલ બાંધકામ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યુ
હતું. જોકે તે શોપિંગ સેન્ટર ઉપર અગાઉ પણ નગરપાલિકા દ્વારા સ્ટે આપવામાં આવ્યો હોવાછતાં શોપિંગ સેન્ટરના માલિક દ્વારા કાયદાને ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. ત્યારે મીડિયા અહેવાલો બાદ નગરપાલિકાના સત્તાધીશો જાણે હરકતમાં આવી ગયા હતા.
પાલિકાના સરકારી કર્મચારી કોઈપણ જાગૃત નાગરિકો દ્વારા દબાણ શાખામાં કોઈપણ બાબતની અરજી કરવામાં આવે ત્યારે માહિતી પાલિકામાંથી જ લીંક થઈ રહી છે. અને ડાયરેક્ટ જે-તે દબાણકર્તાને પહોંચી જતી હોવાનું પણ લોકોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.