દાવેપેચ@મહેસાણા: પાલિકાના 7 સભ્યો ભાજપમાં, પ્રમુખપદ બચાવવા કવાયત

અટલ સમાચાર,મહેસાણા આજે બપોરે મહેસાણા પાલિકાના કોંગ્રેસના 8 સભ્યો ભાજપમાં જોડાયા છે. તમામ સભ્યોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ હતુ. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 29 સભ્યો હતો જેમાંથી 7 સભ્યો ભાજપમાં જોડાતા 22 સભ્યો બાકી રહ્યા છે. જ્યારે ભાજપના 15 સભ્યો હતા હવે નવા 7 સભ્યો આવવાથી ભાજપનું મહેસાણા પાલિકામાં સંખ્યાબળ
 
દાવેપેચ@મહેસાણા: પાલિકાના 7 સભ્યો ભાજપમાં, પ્રમુખપદ બચાવવા કવાયત

અટલ સમાચાર,મહેસાણા

આજે બપોરે મહેસાણા પાલિકાના કોંગ્રેસના 8 સભ્યો ભાજપમાં જોડાયા છે. તમામ સભ્યોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ હતુ. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 29 સભ્યો હતો જેમાંથી 7 સભ્યો ભાજપમાં જોડાતા 22 સભ્યો બાકી રહ્યા છે. જ્યારે ભાજપના 15 સભ્યો હતા હવે નવા 7 સભ્યો આવવાથી ભાજપનું મહેસાણા પાલિકામાં સંખ્યાબળ 22 થયું છે. અત્યારે મહેસાણા પાલિકામાં 44 સભ્યો છે.

દાવેપેચ@મહેસાણા: પાલિકાના 7 સભ્યો ભાજપમાં, પ્રમુખપદ બચાવવા કવાયત

હાલ મહેસાણા પાલિકામાં 44 સભ્યો છે જેમાંથી 29 સભ્યો કોંગ્રેસના સભ્યો છે જ્યારે ભાજપના 15 સભ્યો છે ત્યારે આજે કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા છે. જેમાં મહેસાણા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી, મહેશભાઈ પટેલ, અલારખી બેન બેલીમ ,સંજય બ્રહ્મભટ્ટ , રમેશભાઈ પટેલ સહિત 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. આ તમામ કોર્પોરેટર ભાજપમાં આવવાથી ભાજપની કોર્પોરેટરની સંખ્યા 22 થઇ જેથી મહેસાણા પાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાશે.

દાવેપેચ@મહેસાણા: પાલિકાના 7 સભ્યો ભાજપમાં, પ્રમુખપદ બચાવવા કવાયત

ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

મહેસાણા પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિતના 7 નગરસેવકો ભાજપમાં જોડાઇ ગયા સામે અનેક બાબતો ઉપર તર્ક-વિતર્ક શરૂ થયા છે. ઘનશ્યામ સોલંકીનું પ્રમુખપદ આગામી 31 ઓગષ્ટે પુર્ણ થાય છે. જેથી ભ્રષ્ટાચારના આક્ષેપનો સામનો કરતા પ્રમુખે ખુરશીની લાલચમાં દાવ ખેલ્યો હોવાનું મનાય છે. સમગ્ર મામલે કોંગ્રેસના નગરસેવક જયદિપસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે, પ્રમુખ ઘનશ્યામ સોલંકી છેલ્લા કેટલાક સમયથી વિવિધ કામોમાં કટકી કરતા હોવાની વાતો અને આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. જેથી ભાજપમાં જોડાઇ પદ અને પ્રતિષ્ઠા બચાવવા મથામણ કરી છે.

દાવેપેચ@મહેસાણા: પાલિકાના 7 સભ્યો ભાજપમાં, પ્રમુખપદ બચાવવા કવાયત