DDOના અધ્યક્ષસ્થાને વેપારી અને આંગડીયા એસોસિએશન સાથે બેઠક મળી

અટલ સમાચાર, પાલનપુર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા નોડલ અધિકારી, ખર્ચ નિયંત્રણ અને જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ અને આંગડીયા એસોસિેએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેકઠમાં ખર્ચ નિયંત્રણ અધિકારી શાહે જણાવ્યું કે, કોઇપણ રોકડ વ્યવહારની હેરફેર કરતી વખતી તેના પુરાવા, બિલો, પાસબુક વગેરે દસ્તાવેજો ચૂંટણી સમયગાળા દરમ્યાન
 
DDOના અધ્યક્ષસ્થાને વેપારી અને આંગડીયા એસોસિએશન સાથે બેઠક મળી

અટલ સમાચાર, પાલનપુર

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા નોડલ અધિકારી, ખર્ચ નિયંત્રણ અને જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ અને આંગડીયા એસોસિેએશનના અગ્રણીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેકઠમાં ખર્ચ નિયંત્રણ અધિકારી શાહે જણાવ્યું કે, કોઇપણ રોકડ વ્યવહારની હેરફેર કરતી વખતી તેના પુરાવા, બિલો, પાસબુક વગેરે દસ્તાવેજો ચૂંટણી સમયગાળા દરમ્યાન સાથે રાખવા જરૂરી છે જેથી વેપારીઓને પોતાના ધંધામાં કોઇ અડચણ ન પડે અને સમયનો પણ બચાવ થાય. તેમણે કહ્યું કે ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં આવવાથી ફ્લાઇંગ સ્ક્વોડ, સ્ટેટીક સર્વેલન્સ વગેરે ટીમો કાર્યરત થઇ છે. તેમના દ્વારા સઘન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમને સહયોગ આપવા પણ તેમણે જણાવ્યું હતું.

ચૂંટણી સમયગાળા દરમ્યાન રૂ.૫૦,૦૦૦ થી વધુની રોકડ રકમ કોઇ ઉમેદવાર, તેના એજન્ટ અથવા પક્ષના કાર્યકર દ્વારા લઇ જવાતી માલૂમ પડશે. રૂ.૧૦,૦૦૦ થી વધુ કિંમતના પોસ્ટર્સ કે ચૂંટણી સામગ્રી અથવા માદક પદાર્થો દારૂ, હથિયારો અથવા ભેટની ચીજવસ્તુઓ જેનો ઉપયોગ મતદારોને આકર્ષવા માટે કરવાની સંભાવાના હોય તેવી તમામ ગેરકાયદેસર વસ્તુઓ જપ્‍ત કરવામાં આવશે. કોઇ વાહનમાં રૂ.૧૦ લાખથી વધુની રોકડ મળે તો રોકડ જપ્‍ત કરાશે નહીં. પરંતું આવક વેરાના કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી માટે તેની માહિતી ઇન્કમ ટેક્ષ વિભાગને અપાશે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રૂ.૧૦ લાખથી વધુ રકમની બેંક ખાતામાં લેવડ-દેવડ પર દેખરેખ અને નિયંત્રણ રાખવામાં આવશે. ચૂંટણી દરમ્યાન નાણાશક્તિને અટકાવવા ચૂંટણી પંચ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મતદારોને પ્રભાવિત કરવા માટે રોકડ, દારૂ અને અમુક ઉપયોગી વસ્તુઓનો ગુપ્‍ત રીતે ઉપયોગ કરવામાં આવે અથવા બીજી કોઇ પણ વસ્તુઓની વહેંચણી લાંચ છે અને ભારતીય દંડ સંહિતા અનુસાર સજાને પાત્ર છે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ હેઠળ તે ભ્રષ્‍ટ વ્યવહાર છે. આવા ગુનાઓ પર કાબુ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવેલી છે. તેના દ્વારા અગત્યના રેલ્વે સ્ટેશનો, હોટેલો, ફાર્મ હાઉસ, નાણાકીય દલાલો અને હવાલા એજન્ટ દ્વારા થતી નાણાની હિલચાલ પર તકેદારી રાખવામાં આવે છે. પંચ દ્વારા ઉમેદવારને તેના ચૂંટણી ખર્ચ માટે અલગ બેંક ખાતું ખોલાવવા તેમજ તેનું ચૂંટણીનું તમામ ખર્ચ તે ખાતા મારફત જ કરવાનું સુચવવામાં આવ્યું છે. બેંકની રોકડ લઇ જતી બહારની આઉટસોર્સ્ડ સંસ્થા, કંપનીની રોકડ વાન કોઇપણ સંજોગોમાં બેંક સિવાયના અન્ય ત્રાહિત પક્ષ સંસ્થા, વ્યક્તિઓને લઇ જશે નહી. ૨૮ માર્ચ ૨૦૧૯ સમાચાર સંખ્‍યા નં.૧૭૯ બેઠકમાં આદર્શ આચારસંહિતાના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, વેપારીઓ સર્વ શિવરામભાઇ પટેલ, રૂગનાથભાઇ પટેલ સહિત ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળના અગ્રણીઓ અને આંગડીયા એસોસિએશનના માલિકો ઉપસ્થિત રહ્યા હતાં.