આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હસ્તક પાટણ જિલ્લામાં હાલમાં કુલ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૧૫ સામૂહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. જેમાં માત્ર જિલ્લા પંચાયત હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું અને અર્બન વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરોનું મોનીટરીંગ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવતુ હતું. પરંતુ તા.૧૨/૧૨/૧૮ ના કમિશનર,આરોગ્યના પત્ર અન્વયે લોકોનું આરોગ્યનું સ્તર ઉંચુ લાવવા માટે જરૂરી કોમ્પ્રિહેન્સિવ હેલ્થ કેર એટલે કે,પ્રિવેન્ટિવ,પ્રોમોટીવ,ક્યોરીટીવ અને રીહેબીલિટેટીવ કેર માટે રાજ્ય સરકારે ગ્રામ વિસ્તારોના પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું ત્રિસ્તરીય માળખુ ઉભુ કરેલું છે. આ માળખાકીય સુવિધાઓ પૈકી અગાઉ માત્ર પેટા આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની કામગીરીનું નિયમિત રીપોર્ટીંગ અને મોનીટરીંગ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવતું હતું.
તા.૧૨/૧૨/૧૮ ના પત્રના અનુસંધાને સામૂહિક આરોગ્ય કેન્દ્રોની કામગીરીમાં પણ સુધારો લાવવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રો જે હાલમાં ૧૫ કાર્યરત છે જેનું મોનીટરીંગ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયામાં ૧૫ પૈકી ૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો વારાહી અને લણવા ની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવામાં આવેલી છે. અને જરૂરી સુધારાત્મક કામગીરી કરવા માટે સુચના આપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code