ભયંકર મહામારીઃ કોરોનાથી ઇટાલીમાં 24 કલાકમાં 969 લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક વિશ્વના કુલ 199 દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 5,75,758 લોકો સંક્રમિત થયા છે જ્યારે આ કુલ મૃત્યુઆંક પણ 26,405 પાર થઈ ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 263 લોકો મોતને ભેટ્યા છે. વિશ્વમાં 1,29,970 લોકો આ વાઈરસની અસરથી સાજા થઈ ગયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ભયંકર મહામારીઃ કોરોનાથી ઇટાલીમાં 24 કલાકમાં 969 લોકોનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

વિશ્વના કુલ 199 દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 5,75,758 લોકો સંક્રમિત થયા છે જ્યારે આ કુલ મૃત્યુઆંક પણ 26,405 પાર થઈ ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 263 લોકો મોતને ભેટ્યા છે. વિશ્વમાં 1,29,970 લોકો આ વાઈરસની અસરથી સાજા થઈ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યુરોપમાંથી સૌથી મોટા સમાચાર આવ્યા છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન શુક્રવારે કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા હતા. ગઈકાલે પણ પ્રિન્સ ચાર્લ્સમાં કોરોના વાઈરસના સંક્રમણની અસર જોવા મળી હતી. બોરિસે આ અંગે એક ટ્વિટ કરીને સંક્રમણ વિશે માહિતી આપી હતી. તેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 18 હજાર નવા કેસ સામે આવ્યા છે. સાથે જ અમેરિકામાં 24 કલાકમાં 345 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક 1477 થયો છે.

ઇટાલીના ડોક્ટર એસોશિયેશને શુક્રવાર સાંજે જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં 51 ડોક્ટર્સના મોત થયા છે. રિપોર્ટ અનુસાર ગુરૂવારથી શુક્રવાર દરમિયાન ઇટાલીમાં 969 લોકોના મોત થયા. કુલ મોતનો આંકડો 9134 થઇ ચુક્યો છે. સંક્રમણના કુલ કેસ અને મૃત્યુઆંકની દ્રષ્ટિએ ચીન અમેરિકા, ઈટાલી બાદ ત્રીજા ક્રમ પર છે. સ્પેનમાં પણ વધુ 569 મોત થતા કુલ મૃત્યુઆંક 4,934 થયો છે. સ્પેનમાં આજે 6,273 નવા કેસ નોંધાયા છે અને કુલ મૃત્યુ આંક 569 વધીને 4,934 થયો છે.