ડીસાઃ વાસણા ગોળીયાના ખેડૂતે ઓછા પાણીમાં સફળ ખેતીનો નુસખો શોધી કાઢ્યો

અટલ સમાચાર, બનાસકાંઠા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીની ભારે તકલીફ રહેતી હોય છે. આવી સ્થિતિમાં ડીસાના વાસણા ગોળીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટના માધ્યમથી ઓછા પાણીમાં પણ પાક લઈ શકાય તેવા ઉમદા આશ્રયથી વિદેશી ફળ ગણાતા ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. અનુભવ ન હોવા છતાં તેઓએ ઈન્ટરનેટનો ઉપયોગ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો હતો અને
 
ડીસાઃ વાસણા ગોળીયાના ખેડૂતે ઓછા પાણીમાં સફળ ખેતીનો નુસખો શોધી કાઢ્યો

અટલ સમાચાર, બનાસકાંઠા

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીની ભારે તકલીફ રહેતી હોય છે. આવી સ્થિતિમાં ડીસાના વાસણા ગોળીયા ગામના પ્રગતિશીલ ખેડૂતે ઈન્ટરનેટના માધ્યમથી ઓછા પાણીમાં પણ પાક લઈ શકાય તેવા ઉમદા આશ્રયથી વિદેશી ફળ ગણાતા ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. અનુભવ ન હોવા છતાં તેઓએ ઈન્ટરનેટનો ઉપયોગ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો હતો અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરવાનો મક્કમ નિર્ધાર કર્યો જેમાં સફળ પણ રહ્યા.

વાસણા ગોળીયાના ખેડૂત મનોજ માળીએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. તેઓએ તેમાં વધુ માહિતી મેળવી આ ખેતીમાં ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવી શકાય તેવું માલુમ પડ્યું હતું. જે બાદ કચ્છથી પ્લાન લાવી 4.80 લાખના ખર્ચે 3200 રોપાઓ 5 વીઘા જમીનમાં રોપ્યા હતા. આ ફ્રુટનું ઉત્પાદન થતાં એક કિલોના હોલસેલ ભાવ 200 જ્યારે રીટેલ ભાવ 250થી વધુનો મેળવી લે છે. મહત્વની વાત એ છે કે, એક-બે પાણી આપી ડ્રેગન ફ્રુટનું મબલખ ઉત્પાદન મેળવી શકાય છે.

તેમની આ પ્રયુક્તિથી અન્ય ખેડૂતો ડ્રેગન ફ્રુટના ફળની ખેતી કરવા માહિતી મેળવી રહ્યા છે. અને ખેડૂત સાથે મુલાકાત લઈ આ નવતર પ્રયોગ અજમાવવા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.