મોત@બાયડઃ લોકોએ ભારેહૈયે ભુલકાઓને સમજાવ્યું, મમ્મી ભગવાનના ઘરે પહોંચી

અટલ સમાર, ડેસ્ક અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતાંં મહિલાને વીજકરંટ લાગ્યો હતો. આ દરમ્યાન મહિલાને બચાવવા જતાંં એક યુવક સહિત ત્રણને વીજકરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં 35 વર્ષીય મહિલાનું મોત થતાંં પંથકમાં ચકચાર મચી ગઇ છે. શુક્રવારે રાત્રે, બાયડના લાલપુર
 
મોત@બાયડઃ લોકોએ ભારેહૈયે ભુલકાઓને સમજાવ્યું, મમ્મી ભગવાનના ઘરે પહોંચી

અટલ સમાર, ડેસ્ક

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતાંં મહિલાને વીજકરંટ લાગ્યો હતો. આ દરમ્યાન મહિલાને બચાવવા જતાંં એક યુવક સહિત ત્રણને વીજકરંટ લાગતા સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં 35 વર્ષીય મહિલાનું મોત થતાંં પંથકમાં ચકચાર મચી ગઇ છે.

મોત@બાયડઃ લોકોએ ભારેહૈયે ભુલકાઓને સમજાવ્યું, મમ્મી ભગવાનના ઘરે પહોંચી
file photo

શુક્રવારે રાત્રે, બાયડના લાલપુર જંત્રાલ ગામે રહેતા ફૂલા ભગત તરીકે જાણીતા પરિવારની મહિલાનું વીજકરંટથી મોત થયું હતું. અકસ્માતમાં બે સભ્યો પણ ગંભીર ઈજાગ્રસ્ત થતાંં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘર નજીક તબેલામાં બરણી લેવા જતાંં વિદ્યાબેન પ્રભાતભાઈ રાવળ (ઉં.વર્ષ-35)ને વાયરમાંથી કરંટ લાગ્યો હતો. જેને પગલે તે બરણી સાથે ચોંટી જતાંં બુમ પાડી હતી. ઘરમાં રહેલા જગદીશ ભાઈ અને અન્ય એક મહિલા બચાવવા જતાંં તેમને પણ વીજકરંટ લાગતા ત્રણેય જમીન પર પટકાયા હતાંં.

વીજકરંટથી 35 વર્ષીય મહિલા વિદ્યાબેન પ્રભાતભાઈ રાવળનું મોત નિપજતા નાના ત્રણ ભુલકાાએ આક્રંદ કરી મુક્યો હતો. ઉપસ્થિત લોકોએ ભારેહૈયે ભુલકાઓને સમજાવ્યું કે મમ્મી તો ભગવાનના ઘરે પહોંચી ગઈ. આ દૃશ્ય જોનાર તમામની આંખો ભીંજાઈ ગઈ હતી.