આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા

રવિવારે માં અંબાના દર્શન કરી પરત આવતાં પરિવારને ગંભીર અકસ્માત થયો છે. હડાદ નજીક એક માર્ગીય રોડ પર જતાં ચાલકે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જ્યાં એક મહિલા અને બાળકીના મોત સાથે અન્ય ચાર ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.અમદાવાદનો પરિવાર અંબાજીથી પરત આવતાં હડાદ  માર્ગ પર મચકોડા ગામ નજીક પહોંચ્યો હતો. રસ્તો રિપેરીગ થતો હોઇ એક માર્ગીય કરેલો છે. આ દરમિયાન પરિવારની કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ડીવાઈડર સાથે અથડાઈ હતી. કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હોવાથી કારમાં સવાર કૌશલ લક્ષ્મીબેન રામજીભાઈ સહિત બાળકીનું મોત નિપજ્યું છે.

અકસ્માતને પગલે કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિ ઘાયલ થયેલા હોઇ નજીકના દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રધ્ધાળુ મહિલા અને બાળકી માં અંબાના દર્શન કરી ઘેર નહિ પહોંચતા પરિવાર ઉપર જાણે આભ ફાટી પડ્યું છે. અકસ્માતને પગલે હળાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code