file photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજના નિધનની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. લોકો તેમના કામોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. વિદેશ મંત્રી રહેવા દરમિયાન સુષમાએ હજારો લોકોની મદદ કરી હતી. વિદેશ મંત્રીના પોતાના કાર્યકાળ દરમિયાન સુષમાએ લોકોની મદદ માટે ટ્વિટરનું અનોખું માધ્યમ શોધી કાઢ્યું હતું.

સુષમાના આ કાર્યની સરકાર અને લોકો જ નહીં પરંતુ વિપક્ષ પણ પ્રશંસા કરતું હતું. આમ આદમી પાર્ટીના નેતાએ સુષમા સ્વરાજનો આભાર માનતા સંસદમાં જણાવ્યું હતું કે, દેશ વિદેશમાં લોકોને બચાવવા માટે તેઓ ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે.સુષમા પહેલા કદાચ સરકારના કોઈપણ પ્રતિનિધિએ સોશિયલ મીડિયાનો આટલો ઉપયોગ કર્યો ન હતો. આજે એવા 10 બનાવ વિશે જાણીએ જેમાં સુષમાએ ટ્વિટર પર મદદ માંગ્યા બાદ દેશ-વિદેશમાં ફસાયેલા લોકોને બચાવ્યા હોય.

1. જ્યારે પ્રાંશુ સિંઘલે દોહા એરપોર્ટ પર ફસાયેલા પોતાના ભાઈ અંકિત માટે મદદની પોકાર લગાવી હતી ત્યારે સુષમાએ મદદ કરતા અંકિતને સ્વદેશ લાવવામાં મદદ કરી હતી. અંકિતનો બે દિવસથી કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

2. ઇરાકમાં ફસાયેલા 168 ભારતીયોએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતા સુષમાને મદદ માટે ટેગ કર્યા હતા. જાણ થતાં જ સુષમાએ 168 લોકોને બચાવવા માટે કામ શરૂ કરી દીધું હતું.

3. માનવ તસ્કરીનો શિકાર બનેલી એક છોકરીને સ્વરાજે યૂએઈમાંથી છોડવી હતી. છોકરીના ભાઈ દેવ તામ્બોલીએ ટ્વટિર પર સુષમાની મદદ માંગી હતી. સુષમાએ યૂએઈ દૂતાવાસના માધ્યમથી પોલીસની મદદથી છોકરીને છોડાવી હતી.

4. અગ્રતા નામની એક ટ્વિટર હેન્ડલ વારી મહિલાએ સુષમાને મદદ માટે વિનંતી કરી કે બર્લિનમાં તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે, અને તેણી દૂતાવાસ પાસેથી મદદ ઈચ્છી રહી છે. ત્યારે સુષમાએ તેની મદદ કરતા દૂતાવાસ સાથે તેણીનો સંપર્ક કરાવ્યો હતો.

5. જ્યારે યમનમાં ફસાયેલી એક મહિલાએ પોતાની આઠ મહિનાની બાળકીનો ફોટો ટ્વિટ કરીને રાહત કાર્ય ફ્લાઇટથી ભારત આવવાની મદદ માંગી ત્યારે સુષમાએ સબા નામની આ મહિલાની મદદ કરી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે સબાએ એક ભારતીય સાથે લગ્ન કર્યા હતા અને તે બાળકી સાથે ભારત પરત ફરવા માંગતી હતી.

6. એક ડચ મહિલાએ ટ્વિટરના માધ્યમથી સ્વરાજને પત્ર લખીને મદદ માંગી હતી કે તેની બહેન ઋષિકેશમાં ગુમ થઈ ગઈ છે ત્યારે સ્વરાજે ગુમ થયેલી ડચ યુવતી સેબીન હારમેસને શોધવા માટે કવાયત શરૂ કરી હતી.

7. ગોપાલ કેશરીએ જ્યારે ટ્વિટ કરીને સુષમા સ્વરાજને જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં એક ભારતીય મૂળની મહિલાને બંધક બનાવીને રાખવામાં આવી છે, તેમજ તેને પીડા આપવામાં આવી રહી છે ત્યારે સુષમાએ ભારતીય હાઇ કમિશનની મદદથી મહિલાને સુરક્ષિત બહાર કાઢવાનો રસ્તો કર્યો હતો.

8. કેપ્ટન તુષાર મહાજનના નિધન બાદ તેના ભાઈ કેપ્ટન નિખિલ મહાજને તાત્કાલિક ભારત પહોંચવાનું હતું. જોકે, નિખિલ મહાજન વોશિંગ્ટનમાં લાંબી પ્રક્રિયામાં ફસાયો હતો. ત્યારે સુષમા સ્વરાજે નિખિલને ઝડપથી ભારત પહોંચાડવા માટે તમામ મદદ કરી હતી.

9. જ્યારે યુદ્ધગ્રસ્ત યમનમાં સ્વરાજે ઓપરેશન રાહત હાથમાં લીધું ત્યારે ખૂબ ઓછા સમયમાં મોટું અભિયાન ચલાવતા હવાઇ અને જળમાર્ગે 1947 વિદેશીઓ અને 4741 ભારતીયોને બચાવવામાં આવ્યા હતા.

10. જ્યારે મીરા શર્મા નામની મહિલાએ ટ્વિટ કરીને જણાવ્યું કે તેની માતાને બાલીમાં અકસ્માત નડ્યો છે, અને ત્યાંની હોસ્પિટલે ભારતના વીમાને નકારી દીધો છે ત્યારે સુષમાએ મીરાની માતાની સારવાર માટે મદદ કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code