મોત@સેલ્ફીઃ પાવાગઢમાં મહિલાને ફોટો મોંંઘો પડ્યો, 200 ફુટ ઊંડી ખાઇમાં પડી

અટલ સમાચાર, ડેસ્ક યાત્રાધામ પાવાગઢમાં ખીણમાં પટકાવાથી અનેક લોકોના મોત થયા હોવા છતાં યાત્રાળુઓ સાવચેતી વર્તતાં નથી. ગઈકાલે મધ્યપ્રદેશથી આવેલા એક પરિવારની મહિલા પણ સેલ્ફી લેવાના ચક્કરમાં 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. પગ લપસવાના કારણે ખીણમાં ખાબકેલી વિનિતા સોલંકીનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના થાદલા તાલુકાના ખજૂરી ગામનો સોલંકી
 
મોત@સેલ્ફીઃ પાવાગઢમાં મહિલાને ફોટો મોંંઘો પડ્યો, 200 ફુટ ઊંડી ખાઇમાં પડી

અટલ સમાચાર, ડેસ્ક

યાત્રાધામ પાવાગઢમાં ખીણમાં પટકાવાથી અનેક લોકોના મોત થયા હોવા છતાં યાત્રાળુઓ સાવચેતી વર્તતાં નથી. ગઈકાલે મધ્યપ્રદેશથી આવેલા એક પરિવારની મહિલા પણ સેલ્ફી લેવાના ચક્કરમાં 200 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. પગ લપસવાના કારણે ખીણમાં ખાબકેલી વિનિતા સોલંકીનું મોત નીપજ્યું હતું.

મોત@સેલ્ફીઃ પાવાગઢમાં મહિલાને ફોટો મોંંઘો પડ્યો, 200 ફુટ ઊંડી ખાઇમાં પડી

બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના થાદલા તાલુકાના ખજૂરી ગામનો સોલંકી પરિવાર પુત્રી આરોહીની માનતા પુરી કરવા માટે મહાકાળી માતાના દર્શને રવિવારે પાવાગાઢમાં આવ્યો હતો. વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠેલા પાવાગઢનો નજારો સેલ્ફી દ્વારા કંડારી લેવા માટે આ પરિવારે અનેક તસવીરો ખેંચી હતી. દરમિયાન મૃતક વિનિતા અને તેના પતિ દિપક સોલંકી ખીણ પાસે ઉભી અને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે અચનાક જ વિનિતાનો પગ લપસી જતાં તે ખીણમાં ખાબકી હતી.

મોત@સેલ્ફીઃ પાવાગઢમાં મહિલાને ફોટો મોંંઘો પડ્યો, 200 ફુટ ઊંડી ખાઇમાં પડી

ઘટનાની જાણ થતાં જ બાલોલ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યુ હતું. જોકે, ખીણમાં ખાબકેલી 25 વર્ષીય વિનિતા મોતને ભેંટી હતી. અગાઉ પણ આ ખીણમાં ખાબકવાથી કેટલાય લોકો મોતને ભેટ્યાં છે. સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો જીવ ગુમાવી રહ્યા હોવાની ઘટના અવારનવાર બનતી હોવા છતાં લોકો સાવધાની રાખતાં નથી અને અંતે જીવ ગુમાવવાનો વારો આવે છે. ઘટના બાદ મૃતકની લાશને રેસ્ક્યૂ કરી અને પોસ્ટમૉર્ટમની તજવીજ હાથ ધરાઈ હતી. પરિવારની મહિલાનું મોત થતાં ખજૂરીના સોલંકી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.