મોત@સુઈગામ: યુવકે ફાંસો ખાઈ લીધો, હત્યાની આશંકાથી દોડધામ મચી

અટલ સમાચાર, સૂઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ તાલુકાના ભટાસણા ગામે ખેતરમાં લીમડાની ડાળીએ ફાંસો ખાધેલી હાલતમાં દલિત યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા સહિત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. દલિત સમાજે યુવકની હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવતા એડી નોંધી વધુ તપાસ હાથ
 
મોત@સુઈગામ: યુવકે ફાંસો ખાઈ લીધો, હત્યાની આશંકાથી દોડધામ મચી

અટલ સમાચાર, સૂઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાના ભટાસણા ગામે ખેતરમાં લીમડાની ડાળીએ ફાંસો ખાધેલી હાલતમાં દલિત યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા સહિત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. દલિત સમાજે યુવકની હત્યા કરાઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવતા એડી નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.

મળતી માહિતી અનુસાર સુઇગામ તાલુકાના ભટાસણા ગામના રમેશભાઇ વિભાભાઇ વણોલ દલિત નામના 18 વર્ષના યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં હાલતમાં મૃતદેહ મળી આવતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બનાવના પગલે સુઇગામ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવી મૃતકને પીએમ માટે રેફરલમાં ખસેડ્યો હતો.

મોત@સુઈગામ: યુવકે ફાંસો ખાઈ લીધો, હત્યાની આશંકાથી દોડધામ મચી

બનાવના પગલે દલિત સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને યુવકની હત્યા કરાઇ હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે મૃતક યુવક પાસેથી સુસાઇડ નોટ મળી આવતા આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.