આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ભાજપે આજે રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે સમી નજીક બેઠક કરી હતી. જેમાં મંત્રી દિલીપ ઠાકોર સહિત દિગ્ગજ નેતાઓ વચ્ચે સૌથી મોટી વાત સામે આવી છે. અલ્પેશને મંત્રી બનાવશું કહી કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી છે. અલ્પેશ ઠાકોર ઉમેદવાર નિશ્ચિત હોઇ કોંગ્રેસમાં પણ સ્થાનિક ઠાકોર આગેવાનો ઉમેદવાર થવા તલપાપડ બન્યા છે.

પાટણ જિલ્લાના સમી નજીક માતાના મંદિર ખાતે ભાજપની ચુંટણી રણનીતિક બેઠક મળી હતી. જેમાં અલ્પેશ ઠાકોર સાથે મંત્રી દિલીપ ઠાકોર, કે.સી પટેલ, મયંક નાયક અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાએ આગાઝ કર્યો હતો. જેમાં દિલીપ ઠાકોરે કાર્યકરો સાથે ઠાકોર મતદારોને આકર્ષવા અલ્પેશ મંત્રી બનશે તેવું એલાન કર્યું હતું. જોકે સૌથી મોટો સવાલ ચુંટણી પહેલા કે પછી તે ઠાકોર સૈનિકોને સતાવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર વિધાનસભા ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે વજૂદનો ટકરાવ બન્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા પણ ગેનીબેન ઠાકોરને પ્રચાર મેદાનમાં ઉતારી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગેનીબેન ઠાકોર રાધનપુર વિધાનસભા ચૂંટણી માટે ગામડે ગામડે બેઠકો કરી અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસનો દબદબો ઉભો કરવા મથી રહ્યા છે.

અલ્પેશ થશે મંત્રી કહી ઠાકોર મતો લેવા મથામણ

રાધનપુર અને ખેરાલુ વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે ભાજપને સૌથી મોટો મુદ્દો મળી ગયો છે. બંને વિધાનસભા મતવિસ્તારમાં ઠાકોર મતદારો વધારે હોવાથી ભાજપ આકર્ષણ ઉભું કરવા અલ્પેશ મંત્રી થશે તેવું જણાવે છે. જેનાથી ઠાકોર સેના સાથે અન્ય ઠાકોર મતદારોને રિઝવવા મથી રહ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code