આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉત્તરાયણના તહેવાર બાદ દિયોદરના રહેણાંક મકાનમાંથી તસ્કરો સોનાના દાગીના અને રોકડ મળી કુલ 6.10 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં ફરીયાદી સહિતના તાત્કાલિક દોડી આવી તપાસ કરી પોલીસ મથકે અજાણ્યાં ઇસમો સામે દિયોદર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. ગઇકાલે ફરીયાદી પરિવાર સાથે મહેસાણા ગયા બાદ રાત્રે તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં વાસી ઉત્તરાયણના દિવસે 6.10 લાખની ચોરીની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. મૂળ પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામના હિતેષગીરી ગૌસ્વામી હાલ દિયોદરની શુભમ સોસાયટીમાં રહી વખા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. ગઇકાલે તેઓ પોતાના મોટાભાઇના ઘરે મહેસાણા ગયા બાદ મોડીરાત્રે પાડોશીનો ફોન આવ્યો હતો કે, તમારા ઘરનું તાળું તુટેલુ છે અને અંદર ચોરી થયાનું જણાઇ આવે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાડોશીનો ફોન આવતાં ફરીયાદી હિતેષગીરી તાત્કાલિક મહેસાણાથી દિયોદર આવવા રવાના થયા હતા. જ્યાં ઘરે આવી તપાસ કરતાં તસ્કરોએ ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હોવાનું ખુલ્યુ હતુ. જેમાં તસ્કરો તીજોરીમાં પડેલ રોકડ રકમ રૂ.5,50,000 તથા સોનાના દાગીના કિ.રૂ.60,000 મળી કુલ કિ.રૂ. 6,10,000ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જેને લઇ હિતેષગીરીએ અજાણ્યાં ઇસમો સામે દિયોદર પોલીસ મથકે આઇપીસી કલમ 457, 380 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code