ડીસા એલ.સી.બી.એ દારૂ ઝડપ્યોઃ ગાડી ચાલક ફરાર

અટલ સમાચાર, પાલનપુર, ડીસા બનાસકાંઠા પોલીસ અધિક્ષકની કડક સૂચનાને આધારે પી.એલ. વાઘેલા આઈ.સી. પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, જયપાલસિંહ, પ્રવિણભાઈની ટીમે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે નાકાબંધી કરીને આખોલ ચોકડી પાસે એક ગાડી પકડી પાડી હતી. જે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલ હતો. જેમાં બિયરની
 
ડીસા એલ.સી.બી.એ દારૂ ઝડપ્યોઃ ગાડી ચાલક ફરાર

અટલ સમાચાર, પાલનપુર, ડીસા

બનાસકાંઠા પોલીસ અધિક્ષકની કડક સૂચનાને આધારે પી.એલ. વાઘેલા આઈ.સી. પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી તથા સ્ટાફના પ્રવિણસિંહ, નરેશભાઈ, જયપાલસિંહ, પ્રવિણભાઈની ટીમે ડીસા રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે નાકાબંધી કરીને આખોલ ચોકડી પાસે એક ગાડી પકડી પાડી હતી.

જે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરેલ હતો. જેમાં બિયરની કુલ નંગ-366 બોટલ કિંમત રૂ.76,200/-નો તથા મોબાઈલ નંગ.3 કિંમત રૂ.8,500/- તથા ગાડીની કિમત રૂ.3,00,000/- એમ કુલ મુદ્દામાલ કિમત રૂ.3,84,700/- મળી આવેલ હતો. પોલીસને જોઈ ગાડી ચાલક ભાગી છૂટ્યો હતો. આ અંગે ડીસા પોલીસ ગુનો નોધી આગળનું તપાસ ચલાવી રહી છે.