આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠામાંથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.ઉપાધ્યાય ડીસાએ સુચન કરતાં પો.ઈન્સ એસ.બી.શર્મા, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ડીસા ડોલીવાસ માલગઢ જવાના રસ્તે મહેન્દ્રસિંહ બચુસિંહ વાધેલા રહે.ભડથ ચેહરાણી પાર્ટી તા. ડીસા તે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરવા જતા પોલીસે તેને રંગેહાથ ઝડપી લીધો છે.

પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 288 કિ.રૂ.28,800/- તથા બીયરના ટીન નંગ 72 કિ.રૂ.7200/- તથા મોબાઈલ નંગ 2 કિ.રૂ.1000/- તથા ઉપરોક્ત ગાડીની કિ.રૂ.50000/- ના  મુદ્દામાલ પકડી તથા તેના મળતીયાઓ જે પોલીસને જોઇ નાસી ગયા હતા તે ઈસમો અભેસીંગ રહે. ભડથ તા. ડીસા, ધીરાજી નટવરજી ઠાકોર, દિનેશજી નટવરજી ઠાકોર વન્ને રહે. ડોલીવાસ તા. ડીસા, દિલીપ નવીનભાઈ મોડી રહે. રીસાલા બજાર તા. ડીસા  ની વિરૂધ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code