આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

દેશભરમાં લોકડાઉનના સમયગાળાને લઇને અટકળો તેજ બની રહી છે. ત્યારે અમદાવાદના જેતલપુરમાં આવેલ માર્કેટ યાર્ડ 19 એપ્રિલ સુધી બંધ રહેવાને લઇને લોકડાઉનના સમયગાળો વધવાને લઇને શક્યતાઓ વધી રહી છે. જો કે માર્કેટયાર્ડ બંધ રાખવા પાછળ તંત્રએ અલગ કારણ આપ્યું છે. દેશભરમાં કોરોના વાયરસના વધતા ખતરાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદમાં આવેલ જેતલપુર માર્કેટયાર્ડને આજથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવેલ જમાલપુર APMC ને જેતલપુર ખાતે ખસેડવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના પોઝિટિવ સંખ્યામાં વધારાને જોતા લોકડાઉન વચ્ચે તંત્ર દ્વારા જેતલપુર માર્કેટને 19 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન માર્કેટયાર્ડમાં ભીડ થતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તંત્રએ જણાવ્યું કે યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code