આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીના તહેવારોમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે. ગઇકાલે સરકારે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ લાદી દીધા બાદ હવે 60 કલાક માટે એસટી બસ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી એસટીના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં બે દિવસ સંપૂર્ણ કરફ્યું રહેશે. બહારથી આવતી બસોને બાયપાસ રૂટ પર ડાયવર્ડ કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સરકાર વતી રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતુ કે, મોડીરાત્રે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં ‘સંપૂર્ણ કર્ફ્યૂ’ લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અગાઉ પણ એક નિર્ણય લેવાયો છે. જેમાં આજ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા નિણર્ય કરાયો છે. બેદરકારીથી બહાર ફરતા લોકો સામે કડક વલણ દર્શાવાયું છે. આ અંગે રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે. જોકે શનિ-રવિ 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code