નિર્ણય@અંબાજી: વિશ્વ વિખ્યાત ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે પણ રદ્દ, જાણો દર્શનની વિગતો

અટલ સમાચાર ડોટ કોમ, અંબાજી કોરોના મહામારી વચ્ચે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. ભાદરવા સુદ નોમના દિવસે દર વર્ષે મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મુકવામાં આવતો હોય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના પગલે ભાદરવી પૂનમનો મહામેળો નહી યોજાય. ગૃહ વિભાગ દ્વારા મેળો
 
નિર્ણય@અંબાજી: વિશ્વ વિખ્યાત ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે પણ રદ્દ, જાણો દર્શનની વિગતો

અટલ સમાચાર ડોટ કોમ, અંબાજી

કોરોના મહામારી વચ્ચે ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરવામાં આવ્યો છે. ભાદરવા સુદ નોમના દિવસે દર વર્ષે મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાને ખુલ્લો મુકવામાં આવતો હોય છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીના પગલે ભાદરવી પૂનમનો મહામેળો નહી યોજાય. ગૃહ વિભાગ દ્વારા મેળો નહીં યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, ભાદરવી પૂનમ સુધી ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નિર્ણય@અંબાજી: વિશ્વ વિખ્યાત ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે પણ રદ્દ, જાણો દર્શનની વિગતો

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાતો મહામેળો આ વર્ષે પણ રદ્દ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા પગપાળા સંઘોને મંજૂરી ન આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. જે ભક્તોએ બાધા માનતા રાખી હોય તેવા પદયાત્રીઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ તરફ હવે આવનારા પદયાત્રિકોને કોઈ તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજી વહીવટીદારે જણાવ્યું હતું કે, ગૃહ વિભાગના પરિપત્ર મુજબ ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. સાથો સાથ પદયાત્રીઓને પણ મજૂરી આપવામાં આવી નથી. જે પદયાત્રીકોની બાધા હોઈ આખડી હોઈ એવા લોકો દર્શન કરી શકશે.

નિર્ણય@અંબાજી: વિશ્વ વિખ્યાત ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે પણ રદ્દ, જાણો દર્શનની વિગતો
File Photo